ભાવનગર યુનિવર્સિટીની સંલગન નંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાર્થીની કુ. મલીક અમરીન રફીકભાઈએ ઓલ ઈન્ડિયા રાઈફલ શુટિંગ (કેરાલા)ની સપર્ધામાં નેશનલ કક્ષાએ પસંદગીપ ામી કોલેજનું ગૌરવ વધાર્યું હતું. જેમાં સમગ્ર ભારતમાંથી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો જેમાં આ સ્પર્ધામાં ગુજરાત રાજયનું પ્રતિનિધિત્વ નંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાર્થીની કુ. અમરીન રફીકભાઈ મલીકે કર્યુ હતું. જે કોલેજ માટે એક ગૌરવ છે. આ ઉપરાંત આ વીદ્યાર્થીનીએ રાઈફલ શુટિંગની રાજય કક્ષાએ પણ ઉતકૃષ્ઠ દેખાવ કરીને ચેમ્પિયનશીપ મેળવી હતી. પ્રિ-નેશનલની વેસ્ટ ઝોન રાયફલ શુટિંગમાં ચેમ્પિયન બની એમ.કે.બી. યુનિ.માંથી નેશનલ લેવલે ચંદીગઢ ખાતે યોજાયેલ રાયફલ શુટિંગમાં પસંદગી પામી હતી.