ભાવનગર યુનિવર્સિટી સંલગન નંદકુંવરબા મહિલા કોલેજમાં ટીવાય બી.કોમમાં અભ્યાસ કરતી કુ. સરવૈયા અર્ચના દિનેશભાઈએ તાજેતરમાં ગુજરાત રાજયના ખેલ મહાકુંભ દ્વારા આયોજિત રાજયકક્ષાએ લોન ટેનીસની સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં કુ. સરવૈયા અર્ચના દિનેશભાઈએ રાજય કક્ષાએ તૃતીય નંબર પ્રાપ્ત કરી બ્રોન્ઝ મેડલ મેળવી કોલેજનું ગૌરવ વધાર્યું હતું. ખેલમહાકુંભની રાજય કક્ષાએ આ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવવા બદલ કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ અને ડાયરેકટર રવીન્દ્રસિંહ સરવૈયાએ અભિનંદન પાઠવ્યા હતાં.