આજરોજ એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારની સુચનાથી એસ.ઓ.જી. સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીની માહીતી મેળવવા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સ્ટાફના મુકેશભાઇ પરમાર તથા અબ્બાસઅલી દેવજીયાણી ને સંયુકતમાં મળેલ બાતમી આધારે અલંગ પો.સ્ટે. ચોરીના કામે નાસતો ફરતો આરોપી રમેશભાઇ વેરશીભાઇ વાધેલા જાતે-દે.પુ. ઉ.વ.૩૦ ધંધો-મજુરી રહેવાસી ગામ- ગરીપરા તા.ઘોઘા જી.ભાવનગર હાલ રહે- રાજકોટ હાજી ડેમ રીલાયન્સ પેટ્રોલ પંપ પાસે વાળાને સથરા ચોકડી પાસેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી અલંગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.