અમદાવાદની મુલાકાત લેનારા કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ જીએસટી મુદ્દે સરકાર પર નિશાન તાક્યુ હતું. આનંદ શર્માએ આરોપ લગાવતાં કહ્યું કે, એક વખત જીએસટી પસાર કર્યા બાદ સરકારે પલટી મારી હતી.
તેમણે વડાપ્રધાન અને નાણાંપ્રધાનને પડકાર ફેંકતાં કહ્યું કે, તેઓ જીએસટી મુદ્દે મારી સાથે આંખમાં આંખ મિલાવીને વાતચીત કરે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂજની સભામાં કોંગ્રેસીઓ ગુજરાતના દિકરા પર કીચડ ઉછાળે છે, તેવો કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે. જેનો જવાબ આનંદ શર્માએ આપ્યો છે.
તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદીમાં સહનશીલતા નથી, તેમની સામે પ્રશ્નો થાય છે તો તેઓ વ્યાકુળ થઇ જાય છે. મોદી સામે પ્રશ્નો થાય છે ત્યારે તેઓ લોકોને ભાવુક્તાથી જોડે છે.