દામનગર શહેરમાં ગુજરાત સરકાર દ્વારા સંચાલિત કૌશલ્ય વર્ધક તાલીમ કેન્દ્ર માં વિના મૂલ્યે ધોરણ દસ પાસ માટે એકાઉન્ટ આશી વિથ યુઝીગ ટેલી સ્પોકન ઈંગ્લીશ કોમ્પ્યુટર સ્કિલ શિક્ષિત બેરોજગાર માટે ઉત્તમ તાલીમ વ્યવસ્થાના વિવિધ કોર્સ કોમ્પ્યુટર ફન્ડામેન્ટલસ પ્લમ્બર બેઝીક ઇલેટ્રીકલસ ટ્રેઇનિંગ સ્પોકન ઈંગ્લીશ સીવણ બેઝીક ઓપરેટર સહિતની તાલીમ બેંચો શરૂ થયેલ છે ગુજરાત સરકારના રોજગાર અને તાલીમ નિયામક ગાંધીનગર કચેરી સંચાલિત સંસ્થા કે વી કે કૌશલ્ય વર્ધક તાલીમ કેન્દ્ર દામનગર ખાતે એન સીવીટી વ્યવસાયોની તાલીમ હુન્નર કૌશલ્યના વિકાસ માટે નિપુણ સ્ટાફ દ્વારા તાલીમ મેળવવા અનુરોધ શિક્ષિત અલ્પ શિક્ષિતો માટે સુવર્ણ તક ઘર આંગણે દામનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઉમેદવારોએ લાભ લેવા કચેરી સમય દરમ્યાન દામનગર કૌશલ્ય વર્ધક તાલીમ કેન્દ્ર નો સંપર્ક કરવો જુનું સાર્વજનિક દવાખાનું શાકમાર્કેટ પાછળ દામનગરની યાદીમાં જણાવ્યું છે.