ઘોઘા જકાતનાકા પાસેથી જુગાર ધામ ઝડપી લેતી ભાવનગર એસલસીબી ટીમ

2060

ભાવનગર શહેરના ઘોઘા જકાતનાકા પાસેના લાખાવાડની પાછળ રહેણાંકી મકાનમાં ચાલતા જુગાર ધામ ઉપર ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચે દરોડો પાડીને જુગાર રમતા છ શખ્સોને ૮૮ હજારની રોકડ સહિત ૧.૬૮ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈને ઘોઘા રોડ પો.સ્ટે.માં સોંપી દીધા હતાં.

ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પો.કોન્સ. ચિંતનભાઇ મકવાણાને અતિ ગુપ્ત માહિતી મળેલ કે, ઘનશ્યામસિંહ બાલુભા જાડેજા રહે.સી/૨, ૨૩૮૬ લાખાવાડ,ની પાછળ વિજય ફાઉન્ટ્રીની બાજુમાં ઘોઘા જકાતનાકા, ભાવનગરવાળો કબ્જા-ભોગવટાનાં રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી ગંજીપતાનાં પાના વડે પૈસાનો હારજીતનો તીનપતીનો જુગાર રમી-રમાડી પોતાનાં લાભ સારુ નાળ ઉઘરાવી અખાડામાં જુગાર રમવા આવેલ માણસોને સવલતો પુરી પાડી જુગારનો અખાડો ચલાવે છે.જે માહિતી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં શંભુભાઇ રવજીભાઇ સાબલપરા ઉ.વ.૩૯ , વિરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ ઉ.વ.૩૭,  ઘનશ્યામસિંહ બાલુભા જાડેજા ઉ.વ.૩૯, રમેશભાઇ રવજીભાઇ મેર ઉ.વ.૪૨,  નરેન્દ્રસિંહ ગંભીરસિંહ જાડેજા ઉ.વ.૪૦, નિતુભા કુંવરસિંહ જાડેજા ઉ.વ.૪૪ ને ગંજીપતાનાં પાનાં તથા પૈસા વતી હારજીતનો તીનપતીનો જુગાર રમતાં રોકડ રૂ.૮૮,૬૦૦/-, ગંજીપતાનાં પાના,મોબાઇલ નંગ-૦૪ કિ.રૂ.૨૦,૦૦૦/- તથા અલગ-અલગ કંપનીની મો.સા/સ્કુટર નંગ-૩ કિ.રૂ.૬૦,૦૦૦/- મળી કુલ રૂ.૧,૬૮,૬૦૦/-નાં મુદ્દામાલ સાથે પકડાય ગયેલ.જે તમામ મુદ્દામાલ કબ્જે કરી તમામની ધોરણસર અટકાયત કરવામાં આવેલ.તેઓ વિરૂધ્ધ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ. આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં પૃથ્વીરાજસિંહ ગોહિલ, રાજપાલસિંહ સરવૈયા, જીતેન્દ્દસિંહ ઝાલા, ચિંતનભાઇ મકવાણા, રાજેન્દ્રસિંહ સરવૈયા વિઠ્ઠલભાઇ બારૈયા, તરૂણભાઇ નાંદવા, જયરાજસિંહ ખુમાણ, જયદીપસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Previous articleબોટાદ જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળા યોજાશે
Next articleપાનવાડી PWD કર્વાટરમાં આગ