તળાજાના ગોપનાથ નજીકના રાજપરા ગામેથી ફોરેસ્ટ વિભાગને દિપડો પાંજરે પુરવામાં સફળતા મળી હતી. તળાજાના રાજપરા ગામે થોડા દિવસો પહેલા દિપડો અને તેના બચ્ચા જોવા મળ્યા હતાં. ગામના સરપંચે ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. ત્યાર બાદ ફોરેસ્ટ વિભાગનો કાફલો સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયો હતો પણ દિપડો મળેલ નહીં રાત્રીના ફરીવાર દિપડો જોવા મળતા ફોરેસ્ટ વિભાગમાં જાણ કરવામાં આવતા તાકિદે ફોરેસ્ટ વિભાગનો કાફલો સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયો હતો. ફોરેસ્ટ ઓફિસર આરએફઓ કિંજલ જોષી, પ્રવિણાબેન, વાઘેલાભાઈ, જીગ્નેશભાઈ સહિતનો મારતી ગાડીએ રાજપરા ગામે દોડી ગયો હતો અને બપોરેના સમયે પાંજરામાં પુરી સાડાસર નર્સરીમાં લાવી ડોકટરી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા બે દિપડા બોરડા પંથકમાંથી ઝડપી લીધા હતાં.