આ લેખને પ્રારંભ કરતા પેહલા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લાખ લાખ વાર વંદન અને અભિનંદન કે જેમને ગઈ કાલથીજ કંડલા બંદર પરથી અભક્ષનો નિકાસ માટેની પાબંધી લાદીને લાખો જીવદયા પ્રેમીઓને ખુશ કરી દીધા હતા અને દરેક હિન્દુને ગર્વ અનુભવ થાય એવો ઐતિહાસિક નિર્ણય લીધો છે. ૧૫મ ઓગસ્ટ અને ૨૬ જાન્યુઆરી ના રોજ રાષ્ટ્રધ્વાજની સામે ખાદીના સફેદ કપડાં અને હાથમાં ઝંડો લઈને ” ભારત માતાકી જય ” અને રાષ્ટ્ર ગાન ગાઈને આપણે આપણી જાતને ભારતીય સમજીએ છીએ અને એવા ફાંકા અને દેખાવ કરીએ છીએ કે અમે ભારત દેશ પ્રત્યે વફાદાર છીએ અને અમે ભારત દેશની શાન વધારનાર છીએ પરંતુ હકીકતમાં એવું છે ખરા ? પેહલા તો ફક્ત અમુક જ સમાજ અને સંપ્રદાયના લોકો અભક્ષનો આહાર કરતા હતા પણ આજે ગમે તે જ્ઞાતિ હોય કે જાતિ હોય એવી કોઈ પણ જાતિ અને જ્ઞાતિ નઈ હોય કે જેના લોકો અભક્ષનો આહાર નહિ કરતા હોય. એક વાર કલ્પના તો કરી જોવો કે જો આપણા નાના બાળકને કોઈ સિંહ ખાઈ જાય કે એને નાખ વળે પ્રહાર કરે તો આપણે તેને ગોળીબાર કરીને મારી નાખીએ છીએ, કોઈ કૂતરું બટકું ભરીદે તો આપણે એને પથરો મારીને ભાગાડીએ છીએ, કોઈ માખી આપણે કરડે તો તેને હાથ વળે મારી નાખીએ છે અને કોઈ કીડી તો ચટકે તો તેને પગ કે હાથ નીચે ચેપી નાખીએ છે હવે વિચારો તે પ્રાણી કે પક્ષી કે જીવજંતુ આપણી સામે લડી નથી શકતું એટલે તે આપનો શિકાર બને છે પરંતુ આપણું શું ? આપણે રોજે રોજ લખો માછલીઓને મારી નાખીએ છીએ રોજે રોજ અનેક મરઘાં, બકરા અને ગાયોને કતલ ખાનામાં છોલી નાખીએ છીએ, રોજ લખો કીડાઓને મારીને સિલ્ક પહેરીએ છીએ, રોજ અનેક ફૂલોને મારીને માથામાં ગજરો અને ભગવાનને ફૂલ અર્પણ કરીએ છીએ, લખો રોજ સ્ટીમર અને જહાજની સવારીનો લુફ્ત ઉઠાવીને પાણીમાં રહેલ લખો માછલાં,દેડકા અને સાપને મારી નાખીએ છીએ તો તેનો હિસાબ કોણ આપશે ? વાઘ કે દીપડો એકાદ શિકાર કરે તેથી તેને પાંજરામાં અને નેશનલ પાર્કમાં કેદ કરવામાં આવે છે તો પછી આપણે મનુષ્ય જે રોજે રોજ જાણીને સેંકડો જીવ જંતુને મારી નાખીએ તેનું શું ? અબોલ પશુ પંખી અને પ્રાણી જે બોલી નથી શકતા અને જેને કાયદાની ભાન નથી તે કોઈને મારી નાખે અથવા તો તેનું મારાં કરે તો તેને પાંજરામાં પૂર્વમાં આવે છે તો જીવતો જાગતો માણસ જે રોજે રોજ પોતાના આખા દિવસમાં. અનેક જીવ-જંતુનું મારણ કરે છે તેનું શું???? દેશની સંસદમાં રોજે રોજ બખાળા કરનારા સાંસદો અને અનામતના નામે અંદોલ કર્ણ અને જતી વાદ અને કોમવાદના નામે તોફાનો કરનારા તમે સરકાર પાસે એના કામનો હિસાબ માંગો છો તો આ અબોલ જીવોને મારીને જે તમે પશુ પંખીની જાતિને નુકશાન પોહચાડી રહ્યા છો તેનું શું? ખરેખર દેશની અંદર ખુબ કડક સચોટ અને એન્કરો કાયદો કરવામાં એવો જોઈએ જેથી કરીને દેશનો દરેક નાગરિક જેમ ટેક્સ ભરવા માટે સરકારથી દરે છે અને પોલીસ અને ચોરની બીકથી પોતાના ઘરેણાં અને પૈસા લોકરમાં સંતાડીને રાખે એવીજ રીતે દેશની અંદર પશુ અને પંખીને મારનારા વિરુદ્ધ આકરામાં કરી અને કાલાપાણી જેવા સજા આપવા જોઈએ જેથી કરીને કતલ કરનારો દરેક વ્યક્તિ એવો ડરી જાય કે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ માંસાહાર અને કતલ કરવાનું નામ ન લે, એવો કડક કાયદો કરો કે જેમ સિંહ અને દીપડો મારણ કરે તો તેને પીંજરું એવીજ રીતે જો કોઈ માનવી પશુ પંખીનું મારણ કરે તો તેને કમ સે કામ ૫ વર્ષની કેદ આપવા જોઈએ જેથી કરીને આપણા દેશની સંસ્કૃતિ વિરુદ્ધ પગલું આચરે નહિ. ખરેખર તમે માનો કે ન માનો આપણા મનમાં એક બીજા પ્રત્યે મારવાની કે ખરાબ કરવાની ટેવ આવા માંસાહારી અને તામસી ખોરાક ખાધા પછી વધારે ઉપદ્રવ થાય છે, હા દવા રૂપે તમે તેનો ઉપયોગ કરો તે બાદ છે પરંતુ પોતાના મીંજ શોખ અને જીભના ચટાકા માટે બીજાને શું કામ મોતની સજા? ખરેખર આ અબોલ જીવને મારનારને કોઈ જ સજા નહિ આપીને આપનો દેશની ન્યાયતંત્રને ” અંધા કાનૂન ” નું બિરુદ એવું તેમાં કોઈ શંકાનું સ્થાન નથી.