ઈશાના લગ્નમાં અમિતાભે ભોજન પીરસ્યું, અભિષેક બચ્ચને ખુલાસો કર્યો

685

દેશના સૌથી મોટા અને ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દિકરી ઈશા અંબાણીના લગ્નમાં તમામ રાજકીય પાર્ટીની હસ્તીઓ અને ફિલ્મી હસ્તીઓ હાજર રહી હતી. આ લગ્નમાં એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ઈશા અંબાણીના લગ્નમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, એશ્વર્યા રાય અને આમિર ખાન જેવી દિગ્ગજ હસ્તીઓ મહેમાનોને ભોજન પીરસતા જોવા મળ્યાં હતાં. લોકોએ આ વીડિયોની ભારે ટીકા કરી હતી. આ ટીકાકારોને અમિતાભ બચ્ચને જવાબ આપ્યો છે. એક ટિ્‌વટર યૂઝરે સવાલ કર્યો હતો કે, ઈશા અંબાણીના લગ્નમાં આમિર ખાન અને અમિતાભ બચ્ચન કેમ ભોજન પીરસી રહ્યાં હતાં. તેનો જવાબ આપતા અભિષેક બચ્ચને ટિ્‌વટ કરતા લખ્યું હતું કે, ‘એક ‘સજ્જન ઘોટ’ નામની પરંપરા હોય છ જેમાં કન્યા પક્ષના પરિવારજનો વર પક્ષપક્ષને ભોજન કરાવે છે.’ ઉલ્લેખનીય છે કે, ઈશા અંબાનીના લગ્ન ૧૨ ડિસેમ્બરે મુંબઈમાં મુકેશ અંબાણીના ઘર એંટીલામાં યોજાયાં હતાં. આ લગ્ન પહેલા ઉદયપુરમાં પ્રી-વેડિંગના ફંક્શનમાં પણ હાજર રહ્યાં હતાં.

Previous articleસલમાન ખાનના કારણે ફિલ્મ ભારતનું શૂટિંગ અટક્યુ…!!
Next articleબરખા બિસ્ત સેનગુપ્તા કરશે કમબૈક!