ફિફાના પ્રમુખ જિએની ઈન્ફેન્ટીનોએ અહીં કહ્યું હતું કે ‘ઘણાખરા’ રાષ્ટ્રના ફૂટબોલ ફેડરેશન ૨૦૨૨માં કતારમાં યોજાનારા વર્લ્ડ કપમાં ભાગ લેનાર ટીમોની સંખ્યા ૩૨થી વધારી ૪૮ કરવાની તરફેણ કરે છે.
કટારના પાટનગરમાં ત્રણ દિવસની ફિફાની બેઠક પછી પત્રકાર પરિષદને સંબોધતા ઈન્ફેન્ટીનોએ કહ્યું હતું કે સ્પર્ધામાં ૪૮ ટીમ રમાડવાના વિચારને વિશ્ર્વભરમાંથી ટેકો મળ્યો છે. “હાલપૂર્વક બહુમતી અમારી સાથે છે, કારણ કે ૧૬ વધુ ટીમ ભાગ લેવામાં અન્ય ૧૬ રાષ્ટ્રને વર્લ્ડ કપમાં રમવાનો મોકો મળશે અને ૧૫-૧૬ રાષ્ટ્ર વર્લ્ડ કપને જીતવાની આશા કરશે, એમ તેમણે કહ્યું હતું.