પર્થ ટેસ્ટઃ વિરાટ કોહલીને કેચ આઉટ આપવાના એમ્પાયરના નિર્ણયથી વિવાદ

825

પર્થ ટેસ્ટ મેચના ત્રીજા દિવસના પ્રારંભે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ જોરદાર બેટિંગ દ્વારા પોતાની ૨૫મી ટેસ્ટ સદી ફટકારીને ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરના રેકોર્ડની બરોબરી કરી હતી. વિરાટ કોહલીની એકાગ્ર બેટિંગને જોતા લાગી રહ્યું હતું કે ભારત પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયા સામે લીડ મેળવશે પરંતુ ૯૨મી ઓવરના છેલ્લા બોલ પર વિરાટ કોહલી ક્યુમિન્સના બોલમાં સ્લિપમાં ઊભેલા ફીલ્ડર હેન્ડ્‌સકોમ્બ દ્વારા વિવાદિત રીતે કેચ આઉટ થયો હતો. જો કે ક્રિકેટ અને વિવાદોને જૂનો સંબંધ રહેલો છે. કોહલીએ ક્યુમિન્સની ઓવરમાં શોટ રમતા બોલ પાછળ સ્લિપમાં રહેલા ફીલ્ડર હેન્ડ્‌સકોમ્બ પાસે ખૂબજ નીચો રહ્યો હતો.

 

Previous articleકતાર વર્લ્ડ કપમાં ૪૮ ટીમ રમાડવાની ઘણા દેશોની તરફેણ
Next articleપર્થ ટેસ્ટ મેચ : ઓસ્ટ્રેલિયની ભારત પર ૧૭૫ રનની લીડ