જસદણ પેટા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે ચૂંટણીની લઇને રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. અને બે દિવસ પૂર્વેથી પેરામીલેટરી ફોર્સને ખડકી દેવામાં આવી છે. ત્યારે કોંગ્રેસની મહિલા ઉપાધ્યક્ષ ગીતા પટેલની કારમાંથી એરગન મળી આવતા રાજકારણ ગરમાયું છે. જાહેરનામાના ભંગને લઇને ગીતા પટેલની પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા કોઇ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જાહેરનામાને અનુલક્ષીને રાજકોટ ગ્રામ્યની પોલીસ તથા પેરામીલેટ્રીના જવાનો દ્વારા આટકોટ પોલીસ ચોકી પર ચેકપોસ્ટ બનાવીને ત્યાં વાહનોનું ચેકિંગ કરવામાં આવતું હતું. તે દરમિયાન કોંગ્રેસની મહિલા ઉપાધ્યક્ષ ગીતા પટેલની કારમાંથી એરગન ઝડપાઇ હતી. તેમની ગાડીની ડેકીમાંથી તૂટેલી હાલતમાં એક એરગન મળી આવી છે. પોલીસ દ્વારા પૂછપરછ કરતા સ્થળ પર ગીતાબેન દ્વારા માહિતી આપવામાં આવી હતી, કે વાડીએ પક્ષીઓને દૂર કરવા માટે આ એરગન સાથે રાખી હોવાનું બહાર આવ્યું છે.
જાહેરનામાના ભંગ બદલ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગીતા પટેલ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી શકે છે. મહત્વનું છે, કે તથા કોંગ્રેસ પક્ષ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે. પોલીસ દ્વારા એરગન વિશે સવાલ પૂછતા તેમણે જણાવ્યું કે આ એરગન તૂટી ગઇ હોવાથી તેને રીપેર કરવા લઇ જતા હતા તેવું પોલીસને જણાવ્યું છે. પોલીસે આ તૂટેલી એરગન જમા લઇને વધારે તપાસ હાથ ધરવામાં આવી છે.