માણસા તાલુકો અર્ધ અસરગ્રસ્ત જાહેર

762

ગતવર્ષે સમગ્ર જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો એવા માણસા પંથકમાં આ વર્ષે વરસાદે જાણે કે મોઢું ફેરવી લીધું હોય તેમ એકદમ ઓછો વરસાદ વરસ્યો હતો. જેનાથી ખેડૂતોને પણ ભારે નિરાશા સાથે વાવણીની કોઈ ઉપજ મળી ન હોય તાલુકાને અર્ધ અસરગ્રસ્ત જાહેર કરતા તેની સહાય મેળવવા માટે ખેડૂતોએ જરૂરી પુરાવા મેળવવા માટે લાઈનો લગાવી દીધી હતી. જેના કારણે મામલતદાસ કચેરીએ ભારે અવ્યવસ્થા જેવું જોવા મળ્યું હતું.

માણસા તાલુકામાં આ વખતે ચોમાસાની સિઝનમાં પ્રતિવર્ષ ૨૫ ઈંચથી વધારે વરસાદ મેળવતા એવા આ તાલુકામાં આ વખતે ૩૦૦ મી.મી એટલે કે બાર ઈંચ કરતાં પણ ઓછો વરસાદ પડતા ખેડૂતોની સ્થિતિ કફોડી બનવા પામી હતી.

સરકાર દ્વારા માણસા તાલુકાને અર્ધ અસરગ્રસ્ત જાહેર કરી એકર દીઠ રૂપિયા ૬,૪૦૦ નું વળતર ખેડૂતના ખાતામાં સીધા જમા કરાવવાનું જાહેર કર્યું હતું. આ અંગે ૭૧૨ અને ‘૮-અ’ના ઉતારા તેમજ બેંકની વિગત ફોર્મ સાથે જમા કરાવવાનું હોય ખેડૂતોએ ઉતારા મેળવવા મામલતદાર કચેરીમાં લાઈનો લગાવી દીધી હતી. તો મામલતદાર એમ. બી. પરમાર દ્વારા અધિકારીઓને ખેડૂતોને કોઈ તકલીફ ન પડે અને સત્વરે આ કામગીરી પૂર્ણ થાય તે માટે આ કામને પ્રાધાન્ય આપવા માટે કર્મચારીઓને જરૂરી સૂચનાઓ પણ આપી છે.

માણસામાં ખેડૂતોએ ૭૧૨ અને ‘૮-અ’ના ઉતારા તેમજ બેંકની વિગત ફોર્મ સાથે જમા કરાવવાનું હોય ખેડૂતોએ ઉતારા મેળવવા મામલતદાર કચેરીમાં લાઈનો લગાવી દીધી હતી.

Previous articleકલોલના કપિલેશ્વર મંદિરમાં દરરોજ માત્ર ૩૦ રૂપિયામાં ભરપેટ ભોજન પિરસાય છે
Next articleપેપરલિક કાંડના ૨ આરોપીઓ પહોંચ્યા GPSCની પરીક્ષા આપવા, લોકોના ટોળા જામ્યા