હવે તત્કાલ પાસપોર્ટ આધાર કાર્ડ વગર, ડ્રાઈવિંગ લાયસન્સ અને વોટર આઈડીથી બનાવી શકાશે

1063

જો તમે ટૂંક સમયમમાં જ વિદેશ જવા માંગતા હોય અને તમારી પાસે પાસપોર્ટ ન હોય તો તમારે ચિંતા કરવાની જરૂરિયાત નથી. સરકાર દ્વારા ચોક્ક?સ ફી લઈને હવે તત્કાળ પાસપોર્ટ ઈશ્યૂ કરવામાં આવે છે. જેમાં હવે થયેલા ફેરફાર પ્રમાણે આધારકાર્ડ ન હોય તો પણ ચાલાશે. તમારી પાસે વોટર આઈ ડી કાર્ડ હોવું ફરજિયાત છે. જો તમે ડ્રાઈવિંગ લાઈસન્સ ધરાવતા હોત તો તમારું કામ વધું આસાન થઈ જશે. હાલમાં નાગરીકો માટે સામાન્ય શ્રેણીમાં ૧૫૦૦ રૂપિયા અને તત્કાલ પાસપોર્ટની ફી ૩૫૦૦ રૂપિયા ફી લેવામાં આવે છે.

જાન્યુઆરીમાં સરકારે તત્કાલ પાસપોર્ટ અરજીકર્તાને મોટી રાહત આપતા સત્યાપન પ્રમાણપત્ર આપવાની અનિવાર્યતા ખતમ કરી દીધી છે. આની સ્થાને આધારકાર્ડ સિવાય પહેલાથી નક્કી ૧૨ દસ્તાવેજ વોટર આઈડી, પાનકાર્ડ, બેન્ક-પોસ્ટ ઓફિસ પાસબુક, રાશન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, જન્મનું પ્રમાણપત્ર, કર્મચારી ઓળખપત્ર વગેરેમાંથી બે દસ્તાવેજ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

તત્કાલ પાસપોર્ટ બનાવવા માટે હવે આધાર નંબર આપવો જરૂરી નહી રહે. વિદેશ મંત્રાલય પાસપોર્ટ બનાવવાના નિયમમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. વિદેશ મંત્રાલયે આ મુદ્દે કાયદા મંત્રાલય પાસે સલાહ પણ લઈ લીધી છે, જેના પર મંત્રાલયે લીલી ઝંડી આપી દીધી છે. નવા નિયમ ટુંક સમયમાં નોટિફાઈ થઈ શકે છે.

વોટર આઈડી-ડ્રાઈવિંગ લાયસન્સથી બની જશે પાસપોર્ટ – નવા નિયમ અનુસાર, પાસપોર્ટ બનાવવા માટે માત્ર ડ્રાઈવિંગ લાયસન્સ અને વોટર આઈડી કાર્ડ આપવું પડશે.

Previous articleપેપરલિક કાંડના ૨ આરોપીઓ પહોંચ્યા GPSCની પરીક્ષા આપવા, લોકોના ટોળા જામ્યા
Next articleભાજપે લોકસભાની ચૂંટણીને લઇ કમર કસી, આ રીતે થશે ટેકનોલોજીનો ઉપયોગ