ગુજરાતમાં દરબીજા વર્ષે યોજાતી વાઈબ્રન્ટ સમિટના પ્લેટફોર્મ પરથી એમઓયુ કર્યા બાદ આગળ કોઈ પ્રક્રિયા જ થતી નથી. આ વાસ્તવિકતાને યુનાઈટેડ કિંગડમના રાજદૂતે પણ સ્વિકારી છે. એટલુ જ નહી, તેમણે તો વાઈબ્રન્ટ સમિટમાં ભાગીદારી કરવી એટલે ખોટાનો ધંધો હોવાનો મત વ્યક્ત કર્યો છે.
વર્ષ ૨૦૧૯ની વાઈબ્રન્ટ સમિટમાં પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાવા ગુજરાત સરકારની ઓફરને યુએસએ અને યુનાઈટેડ કિંગડમે ફગાવી છે. અંગ્રેજી અખબારમાં પ્રકાશિત અહેવાલમાં યુકેના રાજદૂતે વાઈબ્રન્ટ સમિટ- ૨૦૧૯માં ગુજરાત સરકાર સાથે પાર્ટનર કન્ટ્રી તરીકે ન જોડાવા અંગે આંચકારૂપ કારણો જાહેર કર્યા છે.

તેમણે કહ્યુ કે, વર્ષ ૨૦૧૫ અને છેલ્લે વર્ષ ૨૦૧૭ની વાઈબ્રન્ટ સમિટમાં યુકે ગવર્નમેન્ટના પ્રતિનિધીઓ સહિત ૧૦૦ હાઈલેવલ ઉદ્યોગપતિઓનું ડેલિગેશન આ ઈવેન્ટમાં સામેલ થયુ હતુ. યુકે સરકાર પાર્ટનર કન્ટ્રી તરીકે હતી. રૂ.૫૦ હજાર પાઉન્ડનો ખર્ચ કર્યો. પરીણામ શું મળ્યુ ? નિરાશા ! આથી અમે આ વખતે વર્ષ ૨૦૧૯ની સમિટમાં ભાગીદાર દેશ તરીકે જોડાવાના નથી. યુકેની સરકાર ડેલિગેશન પણ મોકલશે નહી.
ગુજરાતમાં યુકે બેઝડ ગ્રુપ ઉદ્યોગિક મુડીરોકાણ ક્ષેત્રે સારી કામગીરી કરી રહ્યા છે. પરંતુ, તે વાઈબ્રન્ટ ગુજરાતના પ્લેટફોર્મથી નહી. વર્ષ ૨૦૧૫ અને ૨૦૧૭ની વાઈબ્રન્ટ સમિટના પ્લેટફોર્મ પરથી યુનાઈટેડ કિંગડમે ગુજરાતમાં મુડીરોકાણ માટે ત્રણ મોટા એમઓયુ કર્યા હતા. જેમાંથી માત્ર એક જ એમઓયુ અમલવારી હેઠળ હોવાનું રાજદૂતે જણાવ્યું હતું.