ખાંભા તાલુકાના સાળવા ચોવીસી ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થઈ

1486
guj29112017-2.jpg

ખાંભા તાલુકાના સાળવા ચોવીસી ખાતે ગરાસીયા ગોહિલ રાજપૂતોના કુળદેવી ચામુંડામાં કુળદેવી ખોડીયારમાં તેમજ બ્રહ્માણીમાં વિરપુરૂષ મોખડાજી ગોહિલ, ખેતલીયાદાદા તથા શિવ પરિવાર, મુરલીધર, ગુરૂ દત્તાત્રેય, શ્વેત બટુકભૈરવદાદા, શ્રી ભુતડાદાદા, વીર પીઠાજીબાપુ અને સાંજણમાંનો બેદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. જેમાં ચેતનભાઈ શિયાળ, ઉનાના પુંજાભાઈ વંશ સહિતની હાજરી રહેલ.
ટીંબી-વડલીથી ઉના ખાંભા વિસ્તારના ગરાસીયા ગોહિલ રાજપૂત સમાજ દ્વારા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ કુળદેવીઓના આહવાન બે દિવસ સુધી વિદ્વાન બ્રાહ્મણોના આચાર્ય પદે શાસ્ત્રી સંજયભાઈ જોશીના આચાર્ય પદે વેદોક્ત મંત્રોચ્ચાર દ્વારા યોજાયો. આ પ્રસંગે ચેતનભાઈ શિયાળ, ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશ, રાજપૂત સમાજના પ્રમુખ લાલભા દાસાજી ગોહિલ, ગરાસીયા ક્ષત્રિય સમાજના મહાનુભાવો મુંજાભા વિજાજી, ભુરૂભા સામતજી ગોહિલ, રાણાજી રામભા ગોહિલ, કનુભા કુંભાજી ગોહિલ, ભાવુભા રાજાજી ગોહિલ, ભીખુભા હાદાજી ગોહિલ, ભાવુભા હમીરજી ચાવડા, ભાવુભા ઉનડજી ગોહિલ, કનુભા ગોહિલ, પ્રદ્યુમનસિંહ કરશનભા ગોહિલ સરપંચ ટીંબી, હાથીભા ચાવડા સહિત ગોહિલ ગરાસીયા રાજપુતોની હાજરી રહેલ તેમજ વડલીથી જશુભા વાળા, જામસિંહ ગોહિલ તેમજ મહાનુભાવો સાથે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો.

Previous articleરાજુલા ખાતે અંબરીશભાઈ ડેરના કાર્યાલયે શહીદોને શ્રધ્ધાંજલી અપાઈ
Next articleટીંબી ગામે હીરાભાઈના સમર્થનમાં ફીરોઝ ઈરાનીએ મહાસભા ગજવી