વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોનિયા ગાંધીના મતવિસ્તાર રાયબરેલી પહોંચ્યા હતા. મોદીએ અહીં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધા બાદ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ રામ નાયકની સાથે સંગમ દરિયાકાંઠા પર ગંગા પૂજનમાં ભાગ લીધો હતો. પરંપરાગત રીતિરિવાજ સાથે સંગમ ખાતે પૂજા કરવામાં આવી હતી.
મોદીના સંબોધનની સાથે સાથે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ વિવિધ મુદ્દા ઉપર વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, કુંભના ગાળા દરમિયાન આવનાર શ્રદ્ધાળુઓને તમામ પ્રકારની તબીબી સુવિધા મળશે. ૧૫૦ એમ્બ્યુલન્સ ગોઠવવામાં આવશે. ઓપીડીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાશે. બીજી બાજુ પ્રયાગરાજમાં કુંભ કમાન્ડ અને કન્ટ્રોલ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.