મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ – દેવરાજનગર એફ.ડી.માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કુ. બચવાની બરખાઓ તાજેતરમાં રાજસ્થાનમાં આયોજીત જુનીયર નેશનલ હેન્ડબોલની ટુર્નામેન્ટની સ્પર્ધામાં પસંદગી કરવામાં આવી હતી. આ વિદ્યાર્થીનીની જુનિયર નેશનલ હેન્ડબોલની સ્પર્ધામાં (રાજસ્થાન) પસંદગી થવા બદલ કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ અને ડાયરેકટર રવીન્દ્રસિંહ સરવૈયાએ તેમજ કોલેજ પરિવારે અભિનંદન પાઠવ્યા હતાં.