દામનગરના પટેલ વાડી ખાતે ઝીરો બજેટ કૃષિ શિબિર યોજાઈ

640

દામનગર શહેરમાં પટેલ વાડી ખાતે ઝીરો બજેટ કૃષિ શિબિર યોજાય  કૃષિના ઋષિ પ્રફુલભાઈ સેજલિયા સહિત અનેકો વક્તાઓએ ગાય આધારિત કૃષિની મહતા દર્શાવી  કૃષિશિબિરમાં  ઝીરો બજેટ કૃષિના ઋષિ સમાં  અનુભવી ખેડૂતોએ મેળવેલ સિદ્ધિ ઓ જણાવી હતી  કૃષિ શિબિરમાં નિષ્ણાંત વક્તા ભરતભાઈ નારોલા સહિતનાઓ દ્વારા ખર્ચ વગરની ખેતી અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું  ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતોની ઉપસ્થિતિ જોવા મળી દામનગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ખર્ચ વગરની ઝીરો બજેટ ખેતી અભિયાન વેગમાં ઝેર મુક્ત જીવન ગાય આધારિત કૃષિ જીવામૃત ગૌમૂત્રનો ઉપીયોગ કરોની શીખ ઓર્ગેનિક ખેતી તરફ વળતા ખેડૂતોને થયેલ ફાયદાઓ વિશે આકડાકીય માહિતી ગુણવત્તાઓ રચનાસંપતિ બેકટરિયા જમીનની માટીની ફળદ્રુપતા  સંશોધન સત્વશીલ બીજ પાણી ગાય ગોબર ખાતર સહીતની હેકટર દીઠ માત્ર સહિત અનેકો મુદ્દે માહિતી આપતા વિદ્વાન કૃષિ નિષ્ણાંતોનું આહવાન ઓર્ગેનિક કૃષિ અભિયાન અંગે સામુહિક વચનબદ્ધ પ્રતિજ્ઞા લેવરાવતા ઝીરો બજેટ કૃષિ અભિયાનમાં અગ્રણીઓ ભારતીય કિસાન સંધના ગુજરાત પ્રદેશ અગ્રણી દેવરાજભાઈ ઇસામલિયા,  જિલ્લા કિસાન સંધના વસંતભાઈ ભંડેરી, દામનગર નગરપાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા,  માર્કેટયાર્ડના ભગવાનભાઈ નારોલા, જગદીશભાઈ મેતલીયા, કાળુભાઈ હુંમલ, ગોબરભાઈ બોરડ, વાલજીભાઈ કાત્રોડિયા, ચંદુભાઈ ધાનાણી વિપુલભાઈ ક્રુષ્ણગઢ, નટુભાઈ આસોદરિયા, મનસુખભાઈ નારોલા જયતિભાઈ નારોલા સહિત દામનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર ઠાંસા હાવતડ પાડરશીંગા છભાડીયા ભીગરાડ પ્રતાપગઢ મૂળિયાપાટ ધામેલ હજીરાધાર રાભડા ભટવદર ધ્રુફણીયા સહિત અનેકો ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોની ઉપસ્થિતિ જોવા મળી હતી.

Previous articleકરાટેમાં રાષ્ટ્રીય ક્ષેત્રે મેડલ મેળવતા અંજાર રાજદીપ બારોટ
Next articleરાજુલાના વિસળીયા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો