ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકપી.એલ.માલ ખાસ ઝુંબેસ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે આજરોજ એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારની સુચનાથી એસ.ઓ.જી. સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીની માહીતી મેળવવા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સ્ટાફના પોલીસ કોન્સ. અતુલભાઇ ચુડાસમા તથા હેડ કોન્સ. ટી.કે.સોલંકી તથા એ.એસ.આઇ. જી.પી.જાની ને સંયુકતમાં મળેલ બાતમી આધારે ઘોઘારોડ પોલીસ સ્ટેશન ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી બુધાભાઇ જીર્/ં મકાભાઇ કરશનભાઇ જસમોરીયા/દેવીપુજક ઉ.વ.૪૨ રહેવાસી ગામ- જુના રતનપર દે.પુ.વાસ તા. જી.ભાવનગર વાળાને જુનારતનપર ગામેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ. ડી.ડી.પરમાર સાહેબની સુચનાથી આસી. સબ ઇન્સ. જી.પી.જાની તથા હેડ કોન્સ. ટી.કે.સોલંકી તથા પોલીસ કોન્સ. અતુલભાઇ ચુડાસમા તથા મુકેશભાઇ પરમાર તથા હારીતસિંહ ચૈાહાણ જોડાયા હતા.