ગુગલમાં સૌથી વધારે સર્ચ કરવામાં આવતી અભિનેત્રી સેક્સી સ્ટાર સની લિયોનને હવે દબંગ-૩ ફિલ્મ માટે લેવામાં આવી છે. તેની દબંગ-૩ માટે પસંદગી કરવામાં આવતા હાલમાં ચાલી રહેલી તમામ અટકળોનો અંત આવી ગયો છે. દબંગ સિરિઝની બે ફિલ્મો પહેલા રજૂ કરવામાં આવી ચુકી છે. આ બંને ફિલ્મો સુપરહિટ સાબિત થઇ હતી. હવે ત્રીજા ભાગ પર કામ શરૂ કરવામાં આવ્યુ છે. ભારત ફિલ્મ પર કામ પૂર્ણ કરી લેવામાં આવ્યા બાદ ફિલ્મનુ શુટિંગ કરવામાં આવનાર છે. સની લિયોન હાલમાં ટીવી શોમાં પણ કામ કરી રહી છે. અરબાઝ ખાને પોતે આ અંગેની જાહેરાત કરી છે. તેરા ઇન્તઝાર ફિલ્મમાં સની લિયોનની સાથે કામ કર્યા બાદ અરબાજ તેન કુશળતાથી ખુબ પ્રભાવિત થયો હતો. તે હાલમાં કેટલાક નવા પ્રોજેક્ટને લઇને પણ વ્યસ્ત બનેલો છે. તેરા ઇન્તજારમાં અરબાઝ ખાન સની લિયોનની સાથે નજરે પડ્યો હતો. સની લિયોનની સાથે કામ કરવાની ઇચ્છા અરબાઝ ખાને પહેલાથી જ વ્યક્ત કરી હતી પરંતુ આ ફિલ્મમાં કામ કર્યા બાદ અરબાઝ ખાન સની લિયોનથી ખુબ જ પ્રભાવિત થયો હતો. અરબાઝ ખાને કહ્યું છે કે, દબંગ-૩માં સની લિયોનને પણ લેવામાં આવનાર છે. આ ફિલ્મમાં સની લિયોનની પસંદગી આઈટમ સોંગ તરીકે કરવામાં આવી શકે છે.