અરશદ વારસી તેમની આગામી ફિલ્મ ’ફ્રોદ સૈયા’ સાથે લોકોને હસાવવા માટે તૈયાર છે.’છમ્મા છમ્મા’ ફિલ્મનું પ્રથમ ગીત ગઈકાલે રિલિઝ કરવામાં આવ્યું હતું. આ ગીત આઇકોનિક ટ્રેકનું પુનરાવર્તિત સંસ્કરણ છે જેમાં ઉર્મિલા માતંડોકરનો સમાવેશ થાય છે.
આ ગીત તનિષક બાગચીએ લખ્યું છે અને તેમાં એલી અવરામ, અરશદ વારસી અને સૌરભ શુક્લા છે રોમી, અરુણ અને નેહા કક્કરે આ ગીત માટે પ્લેબેક આપ્યું છે જેમાં ઇક્કા દ્વારા રૅપ પણ છે. આ ગીત આદિલ શેખ દ્વારા દિગ્દર્શિત કરવામાં આવ્યું છે આ ગીત લોચિંગ એવેન્ટ્સ દરમ્યાન અર્શદ વારસી, ઇલી અવરરામ, શ્રી સુનીલ અગ્રવાલ – ગ્રૂપ સીઇઓ, પ્રકાશ ઝા પ્રોડક્શન્સ, નિર્માતાઓ દિશા ઝા અને કનિષ્ક ગંગવાલ, કુમાર તૌરાની, ગિરીશ તૌરાની, કોરિઓગ્રાફર આદિલ શેખ, પ્રિયંકા મુંદન, અમલ ડોનવાર, શરદ ત્રિપાઠી શામિલ થયા હતા. પ્રકાશ ઝા પ્રોડક્શન્સમાં ડ્રામા કિંગ એન્ટરટેઈનમેન્ટ પ્રોડક્શન, “ફ્રોડ સૈયા” રજૂ કરવામાં આવ્યું છે. દિશા પ્રકાશ ઝા અને કનિષ્ક ગંગવાલ દ્વારા નિર્મિત તેમજ ફિલ્મ સૌરભ શ્રીવાસ્તવ દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે, અને આર્ષદ વારસી, સૌરભ શુક્લા અને સારા લોરેન મુખ્ય કલાકારમાં જોવા મળશે અને ૧૮ જાન્યુઆરી ૨૦૧૯ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.