શેડ્સ ઓફ બ્લુની લોકપ્રિય અભિનેત્રી જેનિફર લોપેજ હવે આગામી વર્ષે સ્કીન કેર લાઇન લોંચ કરવા માટે તૈયાર છે. આના માટેની તૈયારી તેના દ્વારા શરૂ કરવાાં આવી ચુકી છે. બુધવારના દિવસે જ લોપેજે પેનલ ચર્ચામાં આ ુજબની વાત કરી હતી. તેની જાહેરાતની સાથે જ તેના લાખો ચાહકોમાં ઉત્સુકતા વધી ગઇ છે. તે હાલમાં બેઝબોલ ખેલાડી એલેક્સ રોડ્રીગ્જ સાથે રોમાન્સ કરી રહી છે. તે રિલેશનશીપની મજા માણી રહી છે પરંતુ જેનિફર લોપેજે કહ્યુ છે કે તે હાલમાં ફેમિલી પ્લાનિંગ કરી રહી નથી. તેનુ કહેવુ છે કે તે હજુ થોડાક સમય સુધી રિલેશનશીપની મજા માણવા માટે ઇચ્છુક છે. બાળકો અંગે કોઇ યોજના તેમના દ્વારા કરવામાં આવી રહી છે કે કેમ તે અંગે પુછવામાં આવતા એક ટોક શોમાં જેનિફર લોપેજે કહ્યુ હતુ કે તે ફેમિલીને લઇને હાલમાં બિલકુલ વિચારી રહી નથી.