પર્થ ખાતે રમાઈ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચના આજે ચોથા દિવસે મેચ અતિ રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ હતી. ઓસ્ટ્રેલિયાના ૨૮૭ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારત બીજી ટેસ્ટના ચોથા દિવસે મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. દિવસની રમત બંધ રહી ત્યારે ભારત પાંચ વિકેટે ૧૧૨ કરી શકી હતી. ભારત હજુ જીત માટે ૧૭૨ રન પાછળ છે અને તેની પાંચ વિકેટ હાથમાં છે. હનુમા વિહારી ૨૪ અને ઋષભ પંત ૯ રન સાથે રમતમાં હતા. પર્થના નવા સ્ટેડિયમની પીછ પર બેટિંગ કરવી ખુબ જ મુશ્કેલ હતી. પીચથી બોલરોને બાઉન્સર અને ટર્ન મળી રહ્યો છે. પ્રથમ દાવમાં ૪૩ રનની લીડ મેળવનાર ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ઉસ્માન ખ્વાજા ૭૨ અને કેપ્ટન ટીમ પેની ૩૭ રન ચ્ચે પાંચમી વિકેટની ભાગીદારીમાં ૭૨ રન ઉમેર્યા હતા જેના કારણે ૨૪૩ રન બનાવી લીધા હતા. લક્ષ્યાંકનો પીછો કરતા ભારતનો શરૂઆતમાં દેખાવ ખુબ જ કંગાળ રહ્યો હતો. બીજી બેટિંગની શરૂઆતમાં જ લોકેશ રાહુલે પોતાની વિકેટ ગુમાવી દીધી હતી તે શૂન્ય રને આઉટ થયો હતો. એડિલેડમાં ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવનાર ચેતેશ્વર પુજારા પણ માત્ર ચાર રન કરીને આઉટ થયો હતો. પ્રથમ દાવમાં સદી ફટકારનાર ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પણ સસ્તામાં આઉટ થયો હતો તે માત્ર ૧૭ રન કરીને આઉટ થયો હતો. એડિલેડ ઓવલ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ જીતીને પ્રવાસી ભારતીય ટીમે ઇતિહાસ સર્જયો હતો. ભારતીય ટીમે ઇતિહાસ સર્જીને ઓસ્ટ્રેલિયા પર ૩૧ રને જીત મેળવી લીધી હતી. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે ૩૨૩ રનની જરૂર હતી. જો કે ઓસ્ટ્રેલિયાની ટીમ ૨૯૧ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. આની સાથે જ ભારતની જીત થઇ હતી. ભારતીય ટીમે હવે યજમાન ઓસ્ટ્રેલિયા પર ૧-૦ની લીડ ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં મેળવી લીધી હતી. ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ૪૫ ટેસ્ટ મેચો પૈકી ભારતે માત્ર છ ટેસ્ટ મેચ જીતી છે. વર્ષ ૨૦૦૩-૦૪માં રાહુલ દ્રવિડના કારણે ટીમ ઇન્ડિયાને જીત મળી હતી. મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે.
પ્રથમ ટેસ્ટ મેચ ગુમાવી દીધા બાદ યજમાન ઓસ્ટ્રેલિયા પર વધારે દબાણ આવી ગયુ છે. પૂર્વ સ્ટાર ખેલાડી રિકી પોન્ટિંગ કહી ચુક્યો છે કે ઓસ્ટ્રેલિયાની તક રહેલી છે. મેચ ઉપર ચાહકોની નજર કેન્દ્રિત થઇ ગઇ છે.