એમજાંસી સુપર લીગઃ જોઝી સ્ટાર્સે કેપટાઉન બ્લિટ્‌ઝને હરાવ્યું

865

દક્ષિણ આફ્રિકામાં પ્રથમ એમજાંસી સુપર લીગના ફાઇનલમાં જોઝી સ્ટાર્સે કેપટાઉન બ્લિટ્‌ઝને આઠ વિકેટે હરાવીને ટાઇટલ પર કબજો કરી લીધો હતો. કેપટાઉનમાં રમાયેલા ફાઇનલ મુકાબલામાં પ્રથમ બેટિંગ કરતા કેપટાઉન બ્લિટ્‌ઝની ટીમે ૨૦ ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને માત્ર ૧૧૩ રન બનાવ્યા હતા. જેના જવાબમાં જોઝી સ્ટાર્સે ૧૮મી ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને લક્ષ્ય હાસિલ કરી લીધો હતો.

કેપટાઉન બ્લિટ્‌ઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો, જે ખોટો સાબિત થયો હતો. મેન ઓફ ધ મેચ બ્યૂરન હેંડ્રિક્સે ચાર ઓવરમાં ૨૧ રન આપીને બે વિકેટ ઝડપી અને આ સિવાય ડુઆને ઓલિવિયરે બે તથા રબાડા અને ડેનિયલ ક્રિસ્ચને એક-એક વિકેટ ઝડપીને કેપટાઉનને મોટો સ્કોર કરતા રોક્યું હતું. કેપટાઉન બ્લિટ્‌ઝ તરફથી કેપ્ટન ફરહાન બેહરદીન અને કાઇલ વેરેને ૨૩-૨૩ રનનું યોગદાન આપ્યું હતું. અંતમાં ડેલ સ્ટેને ૧૫ અને ફેરિસ્કો એડમ્સે ૧૨ રન બનાવીને ટીમનો સ્કોર ૧૦૦ને પાર પહોંચાડ્યો હતો. નાના લક્ષ્યના જવાબમાં જોઝી સ્ટાર્સ તરફથી રસી વૈન ડર ડસેને ૫૪ બોલમાં ૫૯ રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી અને રીઝા હેંડ્રિક્સ (૩૩)ની સાથે બીજી વિકેટ માટે ૮૬ રનની ભાગીદારી કરીને તેણે ટીમને આસાન જીત અપાવી હતી.  કેપટાઉન બ્લિટ્‌ઝના ક્વિંટન ડી કોકને આઠ મેચોમાં ૪૧૨ રન બનાવવા માટે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ પસંદ કરવામાં આવ્યો હતો.

Previous articleપર્થ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના પ વિકેટે ૧૧૨ રન
Next articleપ્રથમ ટેસ્ટઃ ન્યૂઝીલેન્ડના જંગી સ્કોર સામે બીજા દાવમાં શ્રીલંકા ૨૦/૩