અમદાવાદમાં દર વર્ષે ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટીવલને એક કેલેન્ડર ઇવેન્ટ તરીકે આયોજિત કરીને વિદ્યાર્થીઓ તથા બાળકોને ચિલ્ડ્રન સિનેમા થી વાકેફ કરવાનો છે જ્યાં દેશ-વિદેશની ચિલ્ડ્રન ફિલ્મોનું સ્ક્રીનીંગ ઉપરાંત સ્ક્રીપ્ટ રાઈટીંગ, સ્ટોરી ટેલિંગ, એક્ટિંગ તથા સંપૂર્ણ ફિલ્મની મેકિંગ પ્રોસેસ જેવા વિષયો ઉપર વર્કશોપ યોજાશે જેમાં ટેકનિકલ લેકચર અને માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ફિલ્મ મેકિંગની હરીફાઈ યોજીને તેઓની પ્રતિભા અને ફિલ્મ મેકર તરીકે તેઓના કામને એક પ્લેટફોર્મ આપવાનો હેતુ છે.
ફેસ્ટીવલના સ્ક્રીનીંગ તથા હરીફાઈ માટે કુલ ૪ કેટેગરી છે, જેમાં ચિલ્ડ્રન ફીચર ફિલ્મ (૪૧ મિનીટ અથવા તેનાથી વધારે), શોર્ટ ફિલ્મ (૪૦ મિનીટ અથવા તેનાથી ઓછી), ડોક્યુમેન્ટરી ફિલ્મ (૧૦ થી ૪૦ મિનીટ) તથા સ્ટુડેંટ ફિલ્મ કેટેગરી (૫ થી ૪૦ મિનીટ) રહેશે. એન્ટ્રી માટે ફિલ્મની બધી જ ભાષાઓ માન્ય રહેશે. બધી જ કેટેગરી માટે ૨૦ જાન્યુઆરી ૨૦૧૯ સુધીમાં બનેલી ફિલ્મો જ સબમિશન માટે માન્ય ગણાશે. ફિલ્મની એન્ટ્રી ફિલ્મફ્રીવે પર સબમીટ કરવાની રહેશે.
ફિલ્મનું ફાઈનલ લિસ્ટ તથા સ્ક્રીનીંગની સંપૂર્ણ માહિતી જાન્યુઆરી ૨૦૧૯ માં જાહેર કરવામાં આવશે. બાળકો માટે આ ફેસ્ટીવલ સંપૂર્ણ નિઃશુલ્ક રહેશે જ્યાં તેઓ આવશે અને મનોરંજન મેળવશે. અમે જાન્યુઆરીમાં જાહેર કરીશું કે તેઓ કઈ રીતે તેઓની ફ્રી ટીકીટ મેળવી શકશે. સ્ક્રીનીંગની માહિતી ઉપરાંત વર્કશોપની માહિતી પણ જાહેર કરીશું. ઈચ્છુક વિદ્યાર્થીઓ ઓનલાઈન અથવા ફોન દ્વારા રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
વિચારશીલતા, અભિપ્રાયની છુટ તથા તમે તમારી સ્ટોરી દુનિયા સામે કઈ રીતે રજુ કરો છે એ આ ફેસ્ટીવલની મુખ્ય વિચારધારા છે. આ ફેસ્ટીવલમાં સ્કૂલ, વ્યક્તિગત ધોરણે, જે લોકો બાળકોની ફિલ્મ બનાવે છે તથા જે બાળકો જાતે ફિલ્મ બનાવે છે એવા બધા જ લોકો ભાગ કઈ શકે છે, આ ફેસ્ટીવલ બાળકો દ્વારા તથા બાળકો માટે છે.
ફેસ્ટીવલ ૧ થી ૩ ફેબ્રુઆરી ૨૦૧૯ દરમિયાન ક્લબ ૦૭ના ઓડીટોરીયમમાં યોજાશે. આ ફેસ્ટીવલમાં જોડવા માટે તથા અમદાવાદના લોકો દ્વારા ફેસ્ટીવલને લગતા નવા તેમજ અલગ વિચારો અમને સંપૂર્ણ રીતે સ્વીકાર્ય છે. અમારી મુખ્ય ડીઝાઇન એલીસ બ્રીજ છે, જે પ્રતીકાત્મક, ૧૨૦ વર્ષથી પણ વધારે જુના એવો આ બ્રીજ ઐતિહાસિક ધરોહરનું પ્રતિક છે, જે જુના તથા નવા અમદાવાદ શહેરને તથા લોકોને જોડે છે. આ ફેસ્ટીવલ દ્વારા અમે લોકોને જોડીને અને લોકો સાથે જોડાઈને એક નવી શરૂઆત કરવા ઈચ્છીએ છીએ.