સિહોર અભયમ ટીમે અસ્થિર મગજની યુવતીને વસ્ત્રો પહેરાવી આશરો આપ્યો

801
bvn29112017-4.jpg

સરકાર દ્વારા મહિલા સુરક્ષા માટે શરૂ કરાયેલ ૧૮૧ અભ્યમ સેવા દ્વારા મહિલા સંરક્ષણ માટે ઉમદા કામગીરી કરવામાં આવે છે. માનવતાનું ઉત્તમ ઉદાહરણ વરતેજ પાસેના નવાગામ નજીક આજે જોવા મળ્યું હતું. આજે સાંજના સમયે નવાગામ પાસે એક યુવતી નિર્વસ્ત્ર અવસ્થામાં આ વિસ્તારમાં રસ્તા ઉપર ફરી રહી હતી ત્યારે અહીંના સ્થાનિક રહેવાસીઓ દ્વારા આ યુવતીની જાણ ૧૮૧ અભ્યમ ટીમને જાણ કરતા આ ટિમ ઝડપથી અહીં આવી પહોંચી હતી. અભયમ ટીમના કાઉન્સેલર શિલ્પા ગામીત દ્વારા આ યુવતીની પૂછતાછ કરાય હતી. આ નિર્વસ્ત્ર  યુવતીને વસ્ત્રો પહેરાવી અભયમ ટીમના કોન્સ્ટેબલ ઉર્વી મેડમ દ્વારા પાલીતાણાના એક આશ્રમ ખાતે આ યુવતીને ત્યાં મૂકી આવ્યા હતા અને આશરો આપ્યો હતો સિહોરની ૧૮૧ અભ્યમ ટીમે માનવતાનો ઉત્તમ નમૂનો લોકો સમક્ષ રજુ કર્યો હતો. સ્ત્રી એક શક્તિ છે. આ શક્તિને પરાસ્ત થતી હાલતમાં ક્યારે પણ નિહાળી ના શકાય. સ્થિર મગજની કે અસ્થિર મગજની સ્ત્રી જ્યારે માર્ગ પર નીકળે ત્યારે સમાજમાં ક્યારે પણ હાંસીનું પાત્ર ના બને તે જવાબદારી સમાજની છે અને જેનું ઉદાહરણ આજે નવાગામના લોકો એ પૂરું પાડ્યું છે કે અસ્થિર મગજની યુવતી કોઈપણ સંજોગો માં આવી હાલત માં નજરેના જ પડવી જોઈએ જેથી મહિલા હેલ્પલાઇન ૧૮૧ની મદદ લઇને ગ્રામજનોએ એક સ્ત્રી શક્તિની આબરૂને વધુ ખંડિત થતા બચાવી છે

Previous articleઅલંગ શિપબ્રેકિંગ યાર્ડને પ્રાણવાયુ પુરો પાડવામાં સરકાર નિષ્ફળ
Next articleચૂંટણી સંદર્ભે બીએસએફની ફ્લેગમાર્ચ