આગામી તા.૯ના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં શહેર-જિલ્લામાં સુલેહ-શાંતિ જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેના ભાગરૂપે બીએસએફની ટુકડી ભાવનગર આવી પહોંચી છે અને શહેરના સંવેદનશીલ વિસ્તાર સહિત મેઈનબજાર, ખારગેટ, મામાકોઠા રોડ, બાર્ટન લાઈબ્રેરી થઈ હલુરીયા ચોક સુધીની ફ્લેગ માર્ચ યોજી વિસ્તારોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.