રિવરફ્રન્ટ ખાતે દક્ષિણ આફ્રિકા અને મોરોક્કોનાં સહયોગથી ‘આફ્રિકન ડે’ યોજાશે

992

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે વૈશ્વિક અગ્રણીઓ અને ઉદ્યોગોના સંચાલકો ગુજરાતમાં મૂડી રોકાણ અંગે વ્યુહાત્મક ભાગીદારી, વેપાર અને ઉદ્યોગોમાં વિવિધ તકો વિશે વિચાર-વિમર્શ કરી શકે અને ગુજરાતમાં મૂડી રોકાણ થઈ શકે તે હેતુથી આગામી ૧૯ જાન્યુઆરીના ૨૦૧૯ રોજ  અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ‘આફ્રિકન ડે- આફ્રિકા દિવસ’ ની ઉજવણી કરવામાં આવશે.

આ ઈવેન્ટ્‌સના આયોજન માટે ઈન્ડો-આફ્રિકા ચેમ્બર્સ ઑફ કોમર્સની આયોજક પાર્ટનર માટે પસંદગી કરવામાં આવી છે તેની માહિતી આપી અગ્ર સચિવ હૈદરે ઉમેર્યુ હતું કે, નવમી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં દક્ષિણ આફ્રિકા અને મોરક્કો ભાગીદાર દેશ તરીકે રહેશે ભારત તથા આફ્રિકા અને ખાસ કરીને ગુજરાત અને આફ્રિકા વચ્ચેના દ્રિ-પક્ષીય વ્યાપારીક સંબંધો વધુ ફળદાયી અને વિકસિત બને એ માટે પૂરતી તકો મળે તે હેતુથી આ દિવસે સંયુક્ત મંચ પૂરો પાડવાનો એક પ્રયાસ કરવામાં આવશે. ભારતની સૌથી મોટી બિઝનેસ સમિટમાં પ્રથમવાર આફ્રિકા ખંડના બે દેશો દક્ષિણ આફ્રિકા અને મોરોક્કો સમિટમાં પાર્ટનર કન્ટ્રી તરીકે રહેશે તેમ જણાવતા  હૈદરે જણાવ્યુ હતુ કે, કુદરતી સંપત્તિથી સમૃદ્ધ અને ઝડપથી વિકસી રહેલા આફ્રિકન ખંડના ઉભરી રહેલા મહત્વને દર્શાવે છે. આ સમિટમાં બંન્ને દેશો તેમના પ્રતિનિધિ તરીકે વેપાર અને ઉદ્યોગ મંત્રાલયના મંત્રીઓ – અધિકારીઓ મોકલશે. જેની સાથે સ્થાનિક વેપાર ઉદ્યોગ-ગૃહના ઉદ્યોગપતિ પણ રહેશે.

પ્રતિનિધિ મંડળમાં ઉદ્યોગ, મૂડીરોકાણ, વેપાર અને ડીજીટલ ઈકોનોમીના મંત્રીના નેતૃત્વમાં ઉચ્ચ સરકારી અધિકારીઓ અને ઉદ્યોગકારો તેમજ ઉર્જા, ખાણ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ મંત્રી પણ ઉપસ્થિત રહેશે. વધુમાં આ પ્રતિનિધિ મંડળમાં ફેડરેશન ઑફ ઈજીપ્શિઅન ઇન્ડસ્ટ્રીઝ (હ્લઈૈં), ઈજિપ્તના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર ‘ઇન્વેસ્ટ સાઉથ આફ્રિકા’ના વડા અને નવી દિલ્હી ખાતેના વિવિધ આફ્રિકન દેશોના રાજદૂતો અને ઉચ્ચ આયુક્તો જોડાશે. સમગ્ર આફ્રિકન ખંડના દેશો ઉપરાંત અન્ય દેશો પણ ‘આફ્રિકન ડે’ ઈવેન્ટમાં હાજર રહેશે. આફ્રિકન ડે’ની આ એક દિવસીય ઈવેન્ટની શરૂઆત સવારે પ્લેનરી સેશનથી થશે.

જેમાં ગુજરાતના મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી સહિત આફ્રિકાના પ્રધાનો તથા આફ્રિકન યુનિયન અને આફ્રિકન ડેવેલપમન્ટ બેંક જેવા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિત આફ્રિકન રાજ્યોના વડાઓ સાથે કેન્દ્ર સરકારના વરિષ્ઠ પ્રધાનો પણ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે આફ્રિકન દેશો સાથેના વેપાર-વાણિજ્ય ક્ષેત્રે રહેલા તકો અને પડકારો સંદર્ભે એક સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આફ્રિકન દેશોમાં ઉદ્યોગોને અનુરૂપ વાતાવરણ, નિકાસની તકો, જમીનની પ્રાપ્યતા, મંજૂરી, કુશળ શ્રમિકોની ઉપલબ્ધિ અને સરકારી નીતિઓ અને પ્રશાસનિક બાબતો જેવા ક્ષેત્રો પણ ભારતીય ઉદ્યોગકારો અને આફ્રિકાના દેશોમાં ઉદ્યોગકારોને એકબીજા દેશોમાં રોકાણની તકો માટે પ્રેરિત કરશે.

Previous articleઅમદાવાદઃ સિવિલમાં ખાનગી એમ્બ્યુલન્સની હડતાળ, લોડિંગ રિક્ષામાં મૃતદેહ લઇ જવાયો
Next articleવાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત ર લાખ ચો.મી. વિસ્તારમાં ગ્લોબલ ટ્રેડ શો યોજાશે