સર્ટિફિકેટ માન્ય ન રાખતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહના મત વિસ્તાર ધોળકા નજીક આવેલી રાય યુનિવર્સિટીના એગ્રી કલ્ચરના વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો. જેને પગલે વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘર્ષણમાં એક પોલીસ કર્મીને ઇજા થઇ હતી. તેમજ પોલીસે લાઠીચાર્જ કરતા કેટલાક વિદ્યાર્થીઓને ઈજા થઇ હતી. પોલીસે આ મામલે ૨૦ વિદ્યાર્થીઓની અટકાયત કરી છે. હાલ પરિસ્થિતિ પર કાબુ મેળવી લેવાયો છે.
ગત ઓગસ્ટ માસમાં યુનિવર્સિટીમાં ચાલતા બીએસસી એગ્રીકલ્ચર અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર ૪૮૮ વિદ્યાર્થીઓ રાજ્યની તમામ સરકારી કૃષિ યુનિવર્સિટીમાં એમએસસી એગ્રીકલ્ચરમાં પ્રવેશ માટે અમાન્ય ઠર્યા હતા.
આ વિદ્યાર્થીઓને દાંતીવાડા, જુનાગઢ, આણંદ અને નવસારી સહિતની સરકારી એગ્રિકલ્ચર યુનિવર્સિટીઓ એવું કહે છે કે આપ અમારી એન્ટ્રન્સ એક્ઝામ આપી નહીં શકો. આપનો કોર્સ માન્ય નથી.