ચૂંટણીના દિવસો નજીક છે રાજકિય પાર્ટીઓ પોતાના રોટલા શેકવા માટે થઈ કોઈ પણ હદ સુધી જઈ શકે છે. કોઈપણ રાજકિય પાર્ટીના રાષ્ટ્રીયથી લઈને કાર્યકરો સુધીના તમામ પોતાના ભાષણોમાં કોઈ સમાજ વિશે ટીપ્પણી કરીને પોતાનું ભાન ભુલીને હલકી માનસિક્તા છતી કરતા હોય છે અને આવું અનેકવાર બન્યું છે અને રોજબરોજ બને પણ છે. અહીં વાત બુઢણાની કરીએ તો ગઈકાલે ભાજપની એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાલીતાણાના લાલજીભાઈ નામના આગેવાને પોતાના ભાષણમાં મુસ્લિમ સમાજ વિશે ટીપ્પણી કર્યાના આક્ષેપ થયા છે. પોતાના ભાષણમાં મુસ્લિમ સમાજ વિશે ટીકા ટીપ્પણી કરતા રોષ પ્રગટ્યો છે. જ્યારે આજે તેમનું બુઢણા ગામે પૂતળું બાળીને વિરોધ કરાયો છે. બુઢણા ગામમાં વર્ષોથી એક બીજા તહેવારો ભાઈચારા સાથે ઉજવાય છે ત્યારે આવી ટીકા ટીપ્પણીથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.