વલ્લભીપુર પોલીસ સ્ટેશન દ્વારા તા.૧પના રોજ ગુનાના આરોપીની અટકાયત કરીને પીએસઆઈ દ્વારા આ વ્યક્તિઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવેલ. જે કાયદા વિરૂધ્ધ હોય વલ્લભીપુર તાલુકા ક્ષત્રિય સંગઠન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવેલ.
રાજ્યના ડીજીપીના પરિપત્રનો પણ ઉલ્લંઘન કરીને કાયદાથી વિરૂધ્ધ જઈને આરોપી માત્ર ક્ષત્રિય જ્ઞાતિના હોય વલ્લભીપુર પીએસઆઈ દ્વારા સરઘસ કાઢવામાં આવેલું હોવાના આક્ષેપો સાથે વલ્લભીપુર તાલુકા ક્ષત્રિય સંગઠન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને પીએસઆઈ વિરૂધ્ધ કાર્યવાહી કરીને પગલા ભરવા માંગ કરી હતી અને વહેલી તકે કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી પણ આપી હતી.