રાજુલામાં સિંચાઈ માટે પાણી છોડવાની રજૂઆત બાદ ખેડૂત આગેવાનોની મિટીંગ

928

રાજુલાના ર૦ જેટલા ગામોએ ધારેશ્વર ડેમમાંથી પાણી છોડવા રવિ પાક માટે ખેડૂતોને પાણી આપવા રજૂઆત કરી હતી. ખેડૂએ પૂર્વ સંસદીય સચિવ હિરાભાઈ સોલંકી અને યાર્ડના ચેરમેન જીગ્નેશ પટેલ સમક્ષ રજૂઆત કરી હતી.

ખેડૂત સલાહકાર સમિતિની મિટીંગ મળી, આવતીકાલે ધાતરવડી ડેમનું પાણી છોડવા માટે નિર્ણય કરેલ હતો તેમાં માર્કેટીંગ યાર્ડ પ્રમુખ જીગ્નેશભાઈ પટેલ, મનુભાઈ ધાખડા, કાનાભાઈ, રાજાભાઈ, દિલીપભાઈ સોજીત્રા, ભાવેશભાઈ ચારોડીયા તેમજ ઈરીગેશનના અધિકારીઓ હાજર રહીને નિર્ણય કરેલ છે. માર્કેટ યાર્ડના ચેરમેન જીગ્નેશભાઈ પટેલ અને હીરાભાઈ સોલંકીની ખેડૂતો પ્રત્યેની નીતિ-રીતિથી ર૦ ગામના ખેડૂતોમાં આનંદની હેલી છવાયેલ.

Previous articleભંડારિયા જૈન દેરાસરની ૩૮મી સાલગીરી ધામધૂમથી ઉજવાશે
Next articleરાજુલાના કુંભારીયા જોલાપરી નદીના તુટેલા પુલ પર પેચવર્ક કરાતા રાહત