રાજુલાના કુંભારીયા જોલાપરી નદીનો પુલ તુટી જતા પડતી લોક હાડમારીની રજૂઆત હીરાભાઈ સોલંકીને કરતા પેચવર્ક રોડને મઢી દે તે લોકોમાં ખુશીનો માહોલ રાજુલાના કુંભારીયા માર્ગ પર વરસાદના લીધે પુલ તુટ્યો હતો. પરિણામે આવવા જવામાં ભારે તકલીફ પડતી હતી. આ બાબતે માજી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ ગામના આગેવાનો ભરતભાઈ જોશીએ ઉચ્ચસ્તરે રજૂઆત કરી હતી અને સંદેશમાં અહેવાલ પ્રસિધ્ધ થયો હતો.
આજરોજ તંત્ર દ્વારા નવો પુલ મંજુર ન થાય ત્યાં સુધી લોકોને કોઈ તકલીફ પડે નહીં તે માટે તાકીદે ડામર પાથરવાની કામગીરી શરૂ કરવામાં આવતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. આ બાબતે તાલુકા પંચાયત ચેરમેન ભીખાભાઈ પીંજર, તાલુકા પ્રમુખ બળવંતભાઈ લાડુમોર સહિતની રજૂઆતને ધ્યાને રાખી હીરાભાઈ સોલંકી કોઈ કોંગ્રેસ ભાજપનો ભેદ રાખ્યા વિના આવતા ચોમાસા સુધી કામ ચલાઉ ડામર પેચવર્ક કરવા જહેમત ઉઠાવી રોડ મઢી દેવાયો હતો.