બોરડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સગર્ભા માતાનો ચકાસણી કેમ્પ યોજાયો

881

તળાજાના બોરડા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અંતર્ગત હાઈ રિસ્ક સગર્ભા માતાની ગાયનેકોલોજીસ્ટ ડો.વિશાલ વાઘાણી, સ્ત્રી રોગ અને પ્રસુતિ નિષ્ણાંત અને ડોક્ટરની ટીમ નર્સની ટીમ તેમજ બોરડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બોરડાનો સ્ટાફ બેનો અધિકારીઓ-કર્મચારીઓ ખડેે પગે રહીને સુંદર સેવા આપી હતી. જેમાં ડો.જીતેન્દ્ર બારૈયાએ સુંદર સેવા આપી હતી અને કોઈપણ બેનોને તકલીફ ના પડે તે માટે સુંદર કામગીરી કરી હતી અને લાભાર્થી બેનોને માહિતી આપી હતી. બોરડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ૧૭ ગામનું સેન્ટર હોઈ નજીકના તમામ ગામના લાભાર્થી બેનોએ સેવાનો વિનામુલ્યે લાભ લીધો હતો અને ૯૦થી વધુ બહેનોએ લાભ લીધો હતો અને તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ હોઈ અને બોરડા આરોગ્ય કેન્દ્રમાં સારી સેવા અને માહિતી મળી છે તેમ લાભાર્થી બેનોએ જણાવ્યું હતું અને દરેક વિનામુલ્યે કેમ્પ યોજાય તેમ જણાવ્યું હતું કે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો.જીતેન્દ્ર બારૈયાએ જણાવ્યું હતું કે નવી બોરડામાં હોસ્પિટલમાં ઉપલબ્ધ થઈ છે તો દરેક કેમ્પ થશે અને એક મહિનામાં લાભાર્થીઓને વધુને વધુ લાભ મળે તે માટે દર મહિને અલગ અલગ બે કેમ્પ રાખવામાં આવશે જેથી કરીને શહેરમાં ના જવું પડે અને ગામમાં જ સુવિધા ઉપલબ્ધ થાય તેવા તમામ પ્રકારની મહેનત કરવામાં આવશે.

Previous articleઆંબલા : અલખમઢી ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા
Next articleઅમરેલી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરાટ ધર્મસભા