અંબિકા પ્રાથમિક શાળા નં-૭ માં શિયાળુ રમતોત્સવ ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શાળાના બાળકોએ લીંબુચમચી, કોથળાદોડ, સંગીત ખુરશી, ત્રિપગી દોડ, લોટફૂક, બ્રોડ જમ્પ, રસ્સા ખેંચ વગેરે જેવી રમતોમાં ખૂબ ઉત્સાહથી ભાગ લીધો. સમિતિના સદસ્ય કલ્પેશભાઈ મણિયારે પ્રોત્સાહક હાજરી આપી હતી. શાળાના આચાર્ય ભરતભાઈ ભટ્ટના માર્ગદર્શનથી શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.