બોટાદ-અમદાવાદ રેલમાર્ગ રૂપાંતરણ બાદ ભાવનગરને અનેક ગાડીઓનો લાભ મળશે

1042

ભાવનગર રેલ મંડળમાં અનેક રજૂઆતો થઈ રહી છે, રાજકીય હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ભાવનગરથી દિલ્હી, હરિદ્વાર તેમજ રામેશ્વર વગેરે સ્થળો સુધીની ગાડીઓની અત્યારે માંગણી સાવ નિરર્થક છે. બોટાદ-અમદાવાદ રેલ માર્ગ રૂપાંતરણ કાર્ય પુરૂ થયા બાદ અનેક ગાડીઓનો લાભ ભાવનગરને મળવાનો છે.

રેલ તંત્રના કોઈ ઉચ્ચ અધિકારી આવે કે કેન્દ્ર સરકારનું અંદાજપત્ર આવવાનું હોય ત્યારે રાજકિય હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા હરખપદુડા થઈને ભાવનગરથી દિલ્હી, હરિદ્વાર તેમજ રામેશ્વર વગેરે સ્થળો સુધીની ગાડીઓ શરૂ કરવા રજૂઆતો થતી રહે છે પરંતુ આ ગાડીઓની અત્યારે માંગણી સાવ નિર્રથક છે, જે રજૂઆત કરનારા જાણતા નથી.

ભાવનગર રેલ મંડળમાં આવી અનેક રજૂઆતો થઈ છે, થઈ રહી છે પરંતુ આજની સ્થિતિમાં કઈ રીતે ગાડી મળે ? ભાવનગરથી બોટાદ અને સુરેન્દ્રનગર થઈ અમદાવાદ અને આગળ ગાડી જાય છે તે રેલ તંત્ર માટે સમયપત્રક તથા બોટાદ-અમદાવાદ રેલ માર્ગ શરૂ થાય ત્યારે સુરેન્દ્રનગર માટે આ લાંબા અંતરની સુવિધા બંધ કરવી પડે તે વિવાદનું કારણ બની શકે છે. બોટાદ-અમદાવાદ રેલ માર્ગ શરૂ થાય ત્યારે પણ જો સુરેન્દ્રનગર થઈને લાંબા અંતરની ગાડી ચાલુ રહે તો સમય અને ભાડાના વધારા સામે પણ અસંતોષ રહે, જેથી તે પણ તે સમયે બરાબર ના રહે તેથી અત્યારે એ સેવા સ્વાભાવિક શરૂ ના કરી શકાય.

પુરા દેશમાં અમદાવાદ ખાતે રેલ સેવા જોડાયેલી છે, અમદાવાદ રેલ મથક પર આ કેટલીયે ગાડીઓને ઉભી રાખવા જગ્યા અપુરતી છે, જે અમદાવાદથી રાજકોટ, ભાવનગર કે ભુજ તરફ ધકેલવામાં આવે તે જે તે પંથકો માટે સુવિધા મળે અને અમદાવાદ રેલ મથકની જગ્યામાં રાહત મળે. આમ, બોટાદ-અમદાવાદ રેલ માર્ગ રૂપાંતરણનું કામ પુરજોશથી ચાલી રહ્યું છે, જે પુરૂ થયે અમદાવાદથી બોટાદ થઈ ભાવનગરની સીધી રેલ સેવા પ્રાપ્ત થઈ શકશે. આથી અત્યારે જે રજૂઆત કે માંગણીઓ છે તે નિરર્થક જ છે. રેલ માર્ગનું કામ પુરૂ થયે ભાવનગરને માટે વગર માંગણીએ અનેક ગાડીઓ પ્રાપ્ત થવાની છે. એક દોઢ વર્ષ બાદ એ સુવિધા મળશે તેમાં કોઈ શંકા નથી જ. રજૂઆતો નહીં રાહ જુઓ પુરા દેશ માટે ભાવનગરથી ગાડીઓ મળશે.

Previous articleઅંબિકા શાળામાં બાળ રમતોત્સવ
Next articleઈશ્વરિયામાં આયુષ્યમાન ભારત કાર્ડનું વિતરણ