પ્રજાના પૈસે પ્રાઇવેટ કામો કરાવી રહેલું સિહોરનું નગરપાલિકા તંત્ર

760

સ્વચ્છતા અભિયાનની મોટી મોટી વાતો કરી રહેલા પાલિકા સત્તાધીશો શહેરમાં એક તરફ ઠેરઠેર ભરેલા ઉકરડા, ગંદકી કચરાના ઢગલા અને નદી-નાળા વિસ્તારમાં ઝાડી ઝાંખરા તેમજ બાવળિયાઓ વિગેરેે તરફ ધ્યાન નથી આપી રહ્યા ત્યારે આ તરફ સિહોર નગરપાલિકાના સેનિટેશન વિભાગ પોતાના સબંધો મજબૂત કરવા માટે સેનિટેશન વિભાગના કર્મચારીઓ ને વારેવારે પ્રાઇવેટ કામો કરવા માટે મોકલે છે. પાલિકાનો પગાર ખાઈ રહેલા આ વિભાગ દ્વારા અવારનવાર સેનિટેશનના કર્મચારીઓ ને રાજકીય કે સામાજિક કે પછી પોતાના સગા સંબંધીઓને ત્યાં બાગ-બગીચા તેમજ સફાઈને લગતી કામગીરી કરવા મોકલી રહેલા આ વિભાગના બીજા કામો ટલ્લે ચડાવી રહ્યા છે. આજરોજ સિહોર પાલિકાના સેનિટેશન વિભાગના એક નાના કર્મચારીને સેનિટેશનના એક અધિકારીએ પોતાના અંગત સબંધ સાચવવા માટે થઈને પોતાના બગીચા ની વાડો સરખી કરવા મોકલ્યા હતા આ અધિકારીની હજુ તાજેતરમાં બે-માસ પહેલા જ સેનિટેશન માં બદલી થઈ હતી તો શું આવા પ્રાઇવેટ કામો કરાવવા માટે જ શાસક પક્ષના સંગઠન દ્વારા બદલી કરવામાં આવી હતી એવું સિહોરના રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

Previous articleનાવડા પીએચસીમાં રિવ્યુ મિટીંગ
Next articleમાલપરા ગામના દુષ્કર્મના ગુનાના ફરાર આરોપીને વલ્લભીપુર પોલીસે ઝડપી લીધો