છેલ્લા એકાદ સપ્તાહથી શરૂ થયેલી કડકડતી ઠંડીમાં ઠુઠવાતા ગરીબ લોકોને ધાબળા વિતરણનું કાર્ય ભાવનગર એરપોર્ટમાં સીઆઈએસએફ દ્વારા લોકસેવાના ભાગરૂપે કરવામાં આવ્યું હતું. જેમાં ઠંડીમાં ધ્રુજતા ગરીબ લોકો તથા બાળકોને ધાબળા તેમજ ગરમ કપડાનું વિતરણ કરવા ઉપરાંત ચા-બિસ્કીટનો નાસ્તો કરાવી લોકસેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું હતું. આ કામગીરીમાં અધિકારીઓ તથા સ્ટાફ હાજર રહેલ.