ભારતની કારમી હાર થતા ક્રિકેટ ચાહકો નિરાશ

769

પર્થના મેદાન ખાતે રમાયેલી ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની બીજી ટેસ્ટ મેચના પાંચમા અને અને અંતિમ દિવસે ભારતીય ખેલાડીઓ જીતવા માટેના ૨૮૭ રનના ટાર્ગેટ સામે કોઇ પણ સંઘર્ષ કર્યા વગર આઉઠ થઇ જતા કરોડો ક્રિકેટ ચાહકોમાં નિરાશાનુ મોજુ ફેલાઇ ગયુ હતુ. ભારતીય ટીમ પર ઓ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ૧૪૬ રને મોટી જીત મેળવી હતી. આની સાથે જ ટેસ્ટ શ્રેણી હવે ૧-૧થી બરોબર થઇ ગઇ છે. આજે મંગળવારના દિવસે ભારતીય ટીમ પ્રથમ સેશનમાં જ આઉટ થઇ ગઇ હતી. ભારતને આ ટેસ્ટ મેચ જીતવા માટે ચોથી ઇનિગ્સમાં ૨૮૭ રનની જરૂર હતી. પરંતુ ટીમ માત્ર ૧૪૦ રનમાં જ આઉટ થઇ ગઇ હતી. ઓસ્ટ્રેલિયા માટે પ્રથમ ઇનિગ્સમાં પાંચ વિકેટ લેનાર ઓફ સ્પીનર નાથન લિયોનની શાનદાર બોલિંગ સામે ભારતીય બેટ્‌સમેનો ટકી શક્યા ન હતા. હવે ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ ૨૬મી ડિસેમ્બરના દિવસથી મેલબોર્નમાં શરૂ થશે. બંને ટીમો હવે એક એક ટેસ્ટ મેચ જીતી શકી છે. આ શ્રેણી વધારે રોમાંચક બની ગઇ છે. પાંચમાં દિવસે ભારતીય ટીમ મેદાનમાં ઉતરી ત્યારે સ્કોર પાંચ વિકેટે ૧૧૨ રનનો હતો. જો કે ટીમના બાકીના બેટ્‌સમેનો કોઇ વધારે રન ઉમેરી શક્યા ન હતા. નિયમિત ગાળામાં ભારતીય બેટ્‌સમેનોએ વિકેટ ગુમાવી હતી. પર્થના નવા સ્ટેડિયમ ખાતે આ પ્રથમ ટેસ્ટ મેચ રમાઇ હતી. વર્ષ ૨૦૧૪ બાદ ૧૨૪ પ્રયાસમાં માત્ર છ ટીમો જ ૨૦૦થી વધારે સ્કોર કરી શકી છે. એકંદરે ભારતીય ટીમે તો માત્ર બે વખત ૨૮૭ રનથી વધારેના લક્ષ્યાંકનો પીછો કરીને મેચ જીત છે. આજની હાર થતા ચાહકો નિરાશ થયા હતા. ટાર્ગેટ ભારત જેવી દુનિયાની સૌથી મજબુત ટીમ માટે વધારે ન હોવા છતાં એકપછી એક વિકેટ ઝડપથી ગુમાવી હતી. ઓસ્ટ્રેલિયાના ૨૮૭ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારત બીજી ટેસ્ટના ચોથા દિવસે મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. દિવસની રમત બંધ રહી ત્યારે ભારત પાંચ વિકેટે ૧૧૨ કરી શકી હતી. તેની હાર નિશ્ચિત દેખાઇ રહી હતી. આજે પહેલા સેશનમાં જ ટીમ ઇન્ડિયાના બાકીના બેટ્‌સમેનો આઉટ થઇ ગયા હતા.

Previous articleજો હું પાક. સિંગર હોત તો ભારતમાંથી મને સારી ઓફર મળતી હોતઃ સોનુ
Next articleLa Liga : મેસી ૨૦૧૮માં ૫૦ ગોલ કરનાર પ્રથમ ખેલાડી બન્યો