રાજ્યમાં કાતીલ અને સુસવાટાભર્યા પવનો ફૂંકાવાનુ યથાવત

1281

હવામાનમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે અતિશય ઠંડા પવનોને કારણે વાતાવરણમાં ઠંડીનો પારો ગગડયો છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં અસર જોવા મળી છે. અરવલ્લી જિલ્લામાં પણ ખુબજ ઠંડી પડી રહી છે. છેલ્લા ૨ દિવસથી અરવલ્લી જિલ્લામાં ૧૪ ડિગ્રીથી નીચું તાપમાન રહ્યું છે.

ત્યારે જિલ્લા વાસીઓ ઠંડીથી બચવા અવનવા ઉપાયો કરી રહ્યાં છે. વહેલી સવારથી લોકો બાગ બગીચાઓમાં કસરત યોગ કરી રહ્યાં છે. જેના કારણે ઠંડી સામે વહેલી સવારે શુદ્ધ હવા સાથે અલગ જ ઉર્જા મળી રહે છે. વિદ્યાર્થીઓ અને વડીલો પણ ચાલવા માટે નીકળી પડે છે.

અને ઠંડીથી બચવા અલગ અલગ પ્રકારના ગરમ વસાણા તેમજ અલગ અલગ જ્યુસ પણ પીવે છે. ત્યારે હજુ પણ ૨ દિવસ હાડ થીજવતી ઠંડી પાડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે વાતાવરણમાં ઠંડી પ્રમાણ વધવાની શકયતા રહેલી છે. ગુજરાતમાં શિયાળાની ઋતુ જામી છે. રાજ્યભરમાં ગાત્રો થીજવતી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે આવતા ઠંડા પવનોને કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યુ છે. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ ભાગોમાં પણ પારો સામાન્યથી ત્રણ ડિગ્રી ઉચકાયોં હતો. પરંતુ દિવસભર કાતીલ અને સુસવાટાભર્યા પવનો ફૂંકાવાનુ યથાવત રહ્યું હતુ. નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે. નલિયામાં લઘુત્તમ ૬.૨ ડિગ્રી તાપમાન છે. જ્યારે ડીસામાં ૮.૪ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. કંડલામાં ૧૦.૪ ડિગ્રી તાપમાન છે. અમદાવાદમાં સીઝનનું અત્યાર સુધીનું સૌથી ઓછું તાપમાન નોંધાયુ છે. અમદાવાદમાં ૧૦.૮ ડિગ્રી લઘુત્તમ તાપમાન છે. રાજકોટમાં ૧૧ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૧.૨ ડીગ્રી, ભૂજ, અમરેલી અને વલસાડમાં ૧૧.૬ ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તો દીવમાં ૧૨ ડિગ્રી, વડોદરામાં ૧૨.૬ ડિગ્રી સુરેન્દ્રનગર ૧૩.૨ ડિગ્રી અને ભાવનગરમાં ૧૩.૪ ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

દક્ષિણ ગુજરાતમાં પણ ઠંડીનો પ્રકોપ યથાવત રહેતા કીમ ચાર રસ્તા ખાતે મહિલાનું ઠંડીના કારણે મોત થયું હોવાનું બહાર આવ્યું છે. કીમ ચાર રસ્તાથી માંડવી તરફ જવાના રોડ ઉપર એક લાકડાના બેન્સા ઉપર સૂતેલી અંદાજે ૩૫ વર્ષની વયની મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો.

તાપમાન ઉંચકાયુ હોવા છતાં લોકોને ઠંડીમાં કોઈ રાહત થઈ ના હોવાથી ઠંડા પવનોમાં ઠુંઠવાયા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને તેના કારણે હવાના દબાણની સ્થિતિ સર્જાતા ઉતર પૂર્વના પવનનો મારો આગામી બે દિવસ યથાવત રહેવાની સંભાવના છે. આ જોતા સમગ્ર રાજયમાં હજી બે દિવસ કોલ્ડ વેવની સ્થિતિ છવાયેલી રહેશે. તાપમાનમાં હજુ પણ બેથી ચાર ડિગ્રીનો ઘટાડો થવાની શકયતા છે.

Previous article૬.૨૨ લાખ ગ્રાહકના વીજળી બિલના ૬૨૫ કરોડ માફ થયા
Next articleરામ મંદિર ભાજપનો ચુંટણી મુદ્દો ક્યારેય હતો નહીં કે રહેશે નહીંઃ મનોહરલાલ ખટ્ટર