જસદણમાં પ્રચારની છેલ્લી ઘડીએ કોંગ્રેસની સભામાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક નવજોતસિંહ સિદ્ધુએ ભાજપ પર પ્રહાર કર્યા છે. સિદ્ધુએ જણાવ્યું કે ઠાકુર, મામા ગયો તો બાવળિયા પણ ગયો. ભાજપના લોકો પાસે સત્ય બોલાવવુ અસંભવ છે.
તેમજ સત્યની જંગ માટે મને રાહુલજીએ મોકલ્યો છે. ભાજપના રાજમાં ખેડૂતોને ખેતપેદાશના યોગ્ય ભાવ મળતા નથી. ૨૨ વર્ષ સુધી ભાજપે ખેડૂતોનું દેવુ માફ ન કર્યું. અને હવે ચુંટણી સમયે વીજ બિલ માફીએ માત્ર લોલીપોપ છે. માત્ર ૨૨ મિનિટમાં કોંગ્રેસ સરકારે ખેડૂતોનું દેવુ માફ કર્યું છે. શું તમારા બેન્ક ખાતામાં ૧૫ લાખ રૂપિયા આવ્યાં છે. ૪ મહિના બાદ બુરે દિન જાને વાલે હૈ તેવું સિદ્ધુએ જણાવ્યું હતુ.
જસદણમાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે બંને પક્ષોએ યુદ્ધના ધોરણે પ્રચાર કર્યો છે. ભાજપના ગુજરાતના ટોચના નેતાઓએ સભા ગજવી તો કોંગ્રેસે તકનો લાભ લઇને બોલવામાં ફાયર એવા નવજોત સિંદ્ધુને બોલાવી રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. જસદણમાં નવજોત સિદ્ધુએ પોતાની આગવી છટામાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. જેમા તેઓએ જણાવ્યું કે શું તમારા ખાતામાં ૧૫ લાખ આવ્યા છે. તેઓએ કહ્યું કે બાવળિયા જસદણમાંથી જતા રહેશે.