ગુજરાત સરકાર ખેડૂતોનું દેવું માફ નહીં કરે : નાયબ મુખ્યમંત્રી

1355

મધ્ય પ્રદેશમાં કમલનાથે મુખ્યમંત્રી બન્યાના બે જ કલાકમાં ખેડૂતોનું દેવું માફ કર્યું છે ત્યારે આ અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પુછતા તેમણે જણાવ્યું કે આપણે આપણા વિચારો પહેલા જ રજૂ કરી ચુક્યા છીએ એટલે કે ગુજરાતમાં ખેડૂતોનું દેવું ભાજપ સરકાર માફ નહીં કરે.

વધુમાં નીતિન પટેલે કોંગ્રેસ પર પ્રહાર પણ કરતા કહ્યું કે લોકસભાની ચૂંટણી આવે છે એટલે કોંગ્રેસ આવીજાહેરાત કરે છે. મધ્યપ્રદેશના નવ નિયુક્ત મુખ્યમંત્રી કમલનાથે શપથ લીધા અને ગણતરીના કલાકોમાં જ ખેડૂતોનું દેવું માફ કરતા ગુજરાતના મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસ પર પ્રહારો કર્યો હતો. નીતિન પટેલે કહ્યું કે, કોંગ્રેસ ખોટા વાયદાઓ કરે છે, કોંગ્રેસ ખેડૂતોને ગેરમાર્ગે દોરીને ખેડૂતોના દેવુ માફ કરવાની વાત કરીને ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી છે. અને કોંગ્રેસ જુઠા વચનો આપી રહી છે.   નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરામાં આપેલુ વચન પુરુ કર્યું હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ કર્નાટકમાં હજી સુધી ખેડૂતોનું દેવું માફ કરવામાં નથી આવ્યું, કોંગ્રેસ માત્ર ખોટા વચનો આપીને જનતાને છેતરવાનું કામ કરી રહી છે. મધ્ય પ્રદેશમાં દેવું માફ કરવા પાછળ લોકસભાની ચૂંટણી છે.

Previous articleજસદણમાં સિદ્ધુના ભાજપ પર ચાબખા, ‘ઠાકુર, મામા તો ગયો ઔર બાવળિયા ભી ગયો’
Next articleમાલગાડીની હડફેટે આવતા ત્રણ સિંહોના મોત