લેકવાડા ઓમકાર ઈન્ટરનેશનલ સ્કૂલનાં સંયુક્ત ઉપક્રમે શ્રીમદ્ ભાગવત ગીતાનું મહત્વ સમજાવતા કાર્યક્રમનું આયોજન થયુ હતું.જેમાં ધોરણ ૫થી ૧૨ સુધીના ૧૫૦ વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં શ્રીમદ્ ભાગવત ગીતા વિશેની માહિતી અપાઈ હતી. અંતે પ્રશ્નોત્તરી કરી વિજેતાને ઈનામ અપાયા હતાં. તથા વિદ્યાર્થીઓને ‘શ્રીમદ્ ભાગવત ગીતા’ પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું હતું.