દેશમાં કાતિલ ઠંડી : ઉ.ભારતમાં જનજીવન ઠપ્પ

747

ઉત્તરભારતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. એકબાજુ હિમાચલ, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડમાં હિમવર્ષાથી બરફની ચાદર જારી રહી છે. બીજી બાજુ મેદાની ભાગોમાં પણ રાત્રિ તાપમાનમાં કોઇ વધારે ફેરફાર થયો નથી. હિલસ્ટેશન માઉન્ટ આબુ ખાતે લોકોની હાલત કફોડી બનેલી છે. અહીં બરફના થર અનેક જગ્યાઓએ જામી ગયા છે. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થઇ રહેલી હિમવર્ષાની અસર દેશમાં જોવા મળી રહી છે. માઉન્ટ આબુમાં પણ બરફની ચાદર છવાઈ ગઈ છે. તાપમાન ઘટીને હવે ૨.૪ ડિગ્રી થયું છે. હજુ વધુ ઘટાડો થઇ શકે છે. રાજસ્થાનના શિરોહી જિલ્લા તરફથી માઉન્ટ આબુ તરફ જતા વિસ્તારોમાં જનજીવન ખોરવાઇ ગયું છે. ધુમ્મસની સ્થિતી વચ્ચે વધારે ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે.  ધુમ્મસની સ્થિતીના કારણે વિમાની અને ટ્રેન સેવાને અસર થઇ હતી. દિલ્હી વિમાનીમથકે વિજિબિલિટી ઘટી જવાના કારણે એક સ્થાનિક ફ્લાઇટને  અસર થઇ છે.  ધુમ્મસની સ્થિતી હાલમાં અકબંધ રહે તેવી શક્યતા છે. સમગ્ર ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનુ મોજુ ફરી વળ્યુ છે. ઠંડીના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. બીજી બાજુ ધુમ્મસના પરિણામસ્વરૂપે ૫૨ ટ્રેનો લેટ થઇ છે. અનેક ટ્રેનોના કાર્યક્રમમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. દિલ્હીમાં ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાની મથકે સવારે ધુમ્મસની સ્થિતિ રહી હતી.  ઉત્તર ભારતના વિવિધ ભાગોમાં ધુમ્મસના કારણે વાહન વ્યવહારને પણ માઠી અસર થઇ છે.સમગ્ર ઉત્તર ભારતમાં છેલ્લા એક સપ્તાહથી પણ વધુના સમયથી ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી છે જેને લઇને દિલ્હી, એનસીઆર, નોઇડા સહિત છેક ઉત્તર પ્રદેશ સુધી પણ તેની અસર જોવા મળી રહી છે. આ મહિનાની શરૂઆતથી સતત છવાયેલા રહેલા ધુમ્મસના પગલે વાહન વ્યવહાર ઉપર તેની ગંભીર અસરો જોવા મળી છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને દિલ્હીમાં જનજીવન પર અસર થઇ છે. ધુમ્મસના કારણે વધારે ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે.  લેહમાં માઈનસ ૧૫.૧ ડિગ્રી તાપમાન રહ્ય છે.  જ્યારે કારગીલમાં માઇનસ ૧૫.૮ ડિગ્રી તાપમાન રહ્યુ છે. હાલની સ્થિતી આગામી ચારથી પાંચ દિવસ સુઘી જારી રહે તેવી શક્યતા છે. જેથી લોકોને કોઇ રાહત મળવાની શક્યતા નથી. શ્રીનગરમાં માઇનસ ૪.૬ ડિગ્રી તાપમાન રહ્યુ હતુ. પહેલગામમાં માઇનસ ૭.૭ અને ગુલમર્ગમાં પારો માઇનસ ૭.૬ ડિગ્રી રહ્યુ હતુ. હિલ્‌ સ્ટેશન ગણાતા શિમલા, મનાલી અને નારકન્ડામાં નવેસરથી હિમ વર્ષા થઇ છે. જેના કારણે તાપમાનમાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે. હિમવર્ષાના કારણે હિલ સ્ટેશન ખાતે બરફની ચાદર ચારેબાજુ છવાઇ ગઇ છે. દેશના પહાડી વિસ્તારોમાં હિમવર્ષના લીધે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઇ રહ્યો છે. ઠંડીથી બચવા માટે લોકો ગરમ વસ્ત્રો, સૂર્યના ગરમ કિરણોનો સહારો લઇ રહ્યા છે. માઉન્ટ આબુમાં મજા માણવા માટે આવેલા લોકો અટવાઈ પડ્યા છે. પ્રવાસીઓ હાડ થિજાવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.

Previous articleસરકારે ક્યારેય ઉર્જિત પટેલને રાજીનામું આપવાની માગ કરી નથી : જેટલી
Next articleપ્રેમમાં પાગલ થઇ પહોંચી ગયો પાકિસ્તાન, બોર્ડર પર સર્જાયા ફિલ્મી દ્રશ્યો