બોટાદમાં થર્ટી ફસ્ટની ઉજવણી પહેલા ટ્રાફિક ડ્રાઈવની કાર્યવાહી

651

બોટાદ ટ્રાફિક પોલીસ દ્વારા થર્ટી ફસ્ટની ઉજવણી પહેલા ટ્રાફિક ડ્રાઇવની કામગીરી હાથ ધરી જેમાં લાઇસન્સ,ફેન્સી નમ્બર પ્લેટ,બ્લેક ફિલ્મ તેમજ બ્રેથ એનેલાઇજર ટેસ્ટ દ્વારા વાહન ચાલક દારૂ પીધેલી હાલતમાં છે કે કેમ તેની કરાય તપાસ તપાસ દરમિયાન પીધેલી હાલતમાં એક વાહન ચાલક ઝાડપતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આગામી દિવસોમાં આવનાર થર્ટી ફાસ્ટ ડિસેમ્બર ની ઉજવણી પહેલા સમગ્ર બોટાદ જિલ્લામાં એસ પી.હર્ષદ મહેતાની ચુચના મુજબ શાહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા વાહન ચાલકોને ઉભા રાખી લાઇસન્સ ફેન્સી નમ્બર પ્લેટ બ્લેક ફિલ્મ જેવી તપાસ હાથ ધરવામાં આવશે છે તેમજ ડિસેમ્બર મહિનાના અનુસંધાને જિલ્લા ટ્રાફિક પોલીસ પીએસઆઇ રાણા તેમજ તેમના સ્ટાફ દ્વારા બ્રેસ એનેલાઇજર ટેસ્ટ દ્વારા વાહન ચાલક નશાની હાલતમાં છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવેછે આજની ટ્રાફિક ડ્રાઈવ તેમજ તપાસ દરમિયાન નિકલનાર વાહનોને ઉભા રાખતા લાઇસન્સ કે ફેન્સી નમ્બર પ્લેટ તેમજ ગેર કાયદેસર બ્લેક ફિલ્મ વાળા વાહનોને સ્થળ પરજ દંડ આપી બ્લેક ફિલ્મ વાળી બ્લેક ફિલ્મ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ જે તમામ ચેકીંગ દરમિયાન બ્રેસ એનાલાઇજર ટેસ્ટ ની તપાસ માં આલ્કોહોલ લીધેલ છે કે કેમ તેની તપાસ કરવામાં આવેલ છે જે તપાસ માં એક ટેમ્પો ચાલક દારૂ પીધેલ હાલતમાં હોય તે મુજબ ટેસ્ટ દરમિયાન ઝાડપાતા પોલિસ દ્વારા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

Previous articleપ્રેમમાં પાગલ થઇ પહોંચી ગયો પાકિસ્તાન, બોર્ડર પર સર્જાયા ફિલ્મી દ્રશ્યો
Next articleધંધુકા કોલેજમાં તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત આરોગ્યલક્ષી માર્ગદર્શન અપાયું