રાજુલાના રામપરા ભેરાઈ વિસ્તારમાં અંદાજિત આજુબાજુ ૪૦ જેટલા સિંહો વસવાટ કરે છે આજરોજ ભેરાઈ રામપરા રોડ પર ખારા વિસ્તારમાં એકી સાથે ૧ર સિંહો જોવા મળ્યા હતાં. લાઈનસર જતાં સિંહોને જોવા માટે લાંબી કતારો રાહદારીઓની લાગી હતી જેનો વિડિઓ પણ બન્યો હતો. જે સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો.
અત્રે નોંધનીય બાબત છે કે અહીં સિંહ પરિવારોનો વસવાટ હોવાથી સિંહોન ભેટ થવો સામાન્ય બની ગયું છે. ત્યારે આજે ફરી વખત આ વિડિઓ વાયરલ થતા લોકોએ નિહાળ્યો હતો. બન્ને ગામોમાં દહેશતનો માહોલ છવાયો છે.