જયપુરમાં એપીએમ ટર્મિનલ્સ પિપાવાવની ટ્રેડમીટનું આયોજન

451

એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે જયપુરમાં સફળતાપુર્વક ટ્રેડ મીટનું આયોજન કર્યુ હતું. જેમા ૧૭૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો. કંપનીએ અગ્રણી શિપિંગ લાઈન્સ, ફ્રેઈટ ફોરવર્કર, કસ્ટમ હાઉસ એજન્ટ, કોનકોરના અધિકારીઓ  અને ખાનગી આઈસીડીએસએ ભાગ લીધો હતો.

આ ટ્રેડ મીટનો પ્રાથમિક હેતુ બિઝનેટ નેટવર્કિંગને પ્રોત્સાહન આપવા અને વેપાર સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવાની તક પુરી પાડવા મહત્વના હિસ્સેદારોને સમાન મંચ પર લાવવાનો છે. એપીએમ ટર્મિનલ્સ પિપાવાવના મેનેજિંગ ડિરેકટર કેલ્ડ પેડરસને સંસ્થાના માળખાકીય ક્ષમતાઓની રજુઆત કરી હતી. એપીએમ ટર્મિનલ્સ પિપાવાવના જનરલ મેનેજર કોમર્શિયલ મિહિર મિશ્રાએ  અંતરિયાળ વિસ્તારો સુધી કનેક્ટિવિટ પુરી પાડવાના પાસા અને પોર્ટ દ્વારા પુરી પાડવામાં આવતી વિવિધ સેવાઓ અંગે માહિતી પુરી પાડી હતી. એપીએમ ટર્મિનલ્સ પિપાવવાના જનરલ મેનેજર અજય વર્માએ પોર્ટ સામેને પડકારો, મુખ્ય પાસાઓ અને પગલાંની માહિતી આપી હતી. વેપારમાં કરેલા પ્રદાન બદલ રાજસ્થાનના શિપિંગ વેપારીઓએ પેડરસનનું સન્માન કર્યુ હતું.

Previous articleરાજુલા નજીક ભેરાઈ રામપરા-ર રોડ પર ૧ર સિંહનો પડાવ વિડીયો થયો વાયરલ
Next articleજય માળનાથ ગૃપ દ્વારા રક્તપિત દર્દીઓને ગરમ કપડાનું વિતરણ