જય માળનાથ ગૃપ, ભાવનગર દ્વારા રકતપિત દર્દીઓને તથા તમામ પરિવારજનોને ગરમ કપડાનું વિતરણ કરવામાં આવેલ છે. માળનાથ ગૃપ દ્વારા પ્રત્યેક તહેવારોમાં ગરીબ બાળકોને તહેવારો અનુસાર દાતાના સહયોગથી ચીજ-વસ્તુઓ વિતરણ કરી. પ્રેરણા આપવામાં આવે છે.
આ ઉપરાંત વિવિધ પ્રસંગોએ પણ માળનાથ ગૃપ મીઠાઈ-ફરસાણ તો ખરૂં જ તથા ઠંડીમાં ગરમ કપડા, ઉનાળામાં પગમાં પહેવાના ચંપલ આમ, સમયાનુસાર ગરીબ જરૂરીયાત મંદોને વિવિધ વસ્તુઓનું સતત વિતરણ કરવામાં આવતું હોય છે. તથા ગરીબ વીદ્યાર્થીઓને નોટ-બુક, ચોપડા તથા દફતર, વિગેરે ભણતરના સાધનો પુરા પાડવામાં આવે છે.
આ ઉપરાંત આ શિયાળા દરમ્યાન સુષાનગર સ્લમ વિસ્તાર તથા ગધેડીયાફીલ્ડ તથા ભાવનગરના અન્ય સ્લમ વિસ્તારોમાં ગરમ કપડાના વિતરણી પ્રવૃત્તિ સતત ચાલી રહી છે. આ સીઝનમાં ૯૦૦થી વધારે ગરમ કપડા ધાબળાનું વિતરણ થઈ ચુકયું છે. આ આગામી દિવસોમાં ગરમ કપડા તથા ધાબળાનું આ વિતરણ ચાલુ રહેશે.
બિન ઉપયોગી વધારાના વસ્ત્રો તથા બિનજરૂરી ચાદર, ગોદડા વગેરે ગરીબો સુધી પહોંચાડવા માટે હરીભાઈ શાહનો ૯૮૭૯૦૯રપ૬૬ / ૯૮ર૪રર૧૭૧પ સંપર્ક કરવા જણાવાયું છે.