ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ એસ.વાય.બી.કોમમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કુ. અજવાળીયા નિહારીકા એ. રાઈફલ શુટિંગ (પિસ્તોલ)ની સ્પર્ધામાં આંતર કોલેજની સ્પર્ધામાં તૃતીય નંબર પ્રાપ્ત કરીને કોલેજનું ગૌરવ વધાર્યું હતું. આ સ્પર્ધામાં એમ.કે.બી.યુનિ.ની કોલેજની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. જેમાં નંદકુંવરબા મહિલા કોલેજ- દેવરાજનગરની વિદ્યાર્થીની કુ. અજવાળીયા નિહારીકાએ આંતર યુનિ.માં પસંદગી પામી કોલેજને ગૌરવ અપાવ્યું હતું.